________________
આગમત તીર્થકર મહારાજા સદ્ધિના અભાવને લીધે કંઈ પણ આપી શકે નહીં, એવા કુતર્કને પણ અત્રે સ્થાન રહેતું નથી. (૨) ભવ્ય હેય તે જ દાન પામે
જગતના વ્યવહાર પ્રમાણે ઉત્તમ મનુષ્યથી સ્પર્ધાયેલી રજ પણ પવિત્ર ગણાય છે, અને તે રજના સ્પર્શથી પણ અધમ મનુષ્ય પિતાની અધમ દશા છોડીને શુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે અને તે હિસાબે દરેક મતવાળા પિત–પિતાના પૂજ્ય પુરુષના સ્થાનેને પણ ઉત્તમ ગણી તેની યાત્રા કરવાનું રાખ્યું છે, - તે હિસાબે ત્રિકનાથ તીર્થકર ભગવાન કે જેના પરિણામ અનેક જન્મથી જગતનું હિત કરવાના વર્તી રહેલા છે.
જગતમાં કેઈનું પણ અહિત કરવું એ તે જેએને જન્માન્તરથી પણ બંધ થઈ ગયું છે, તેવા ત્રિલેકીનાથ તીર્થંકર ભગવાનેના કર-સ્પર્શથી તે બાહ્ય દ્રવ્ય કે જે પરિગ્રહરૂપ પાપનું સ્થાન છે, છતાં તે સુવર્ણરજતાદિ બાહ્ય દ્રવ્ય એટલું બધું પવિત્ર થાય છે કે તે ભગવાન જિનેશ્વર મહારાજાઓના હારથી સ્પર્શીને દેવાયેલું સંવત્સરી દાન ભવ્ય જીવજ મેળવી શકે છે,
અર્થત અભવ્ય છે કે જેઓ કંઈપણ કાલે મેક્ષે જવાના નથી, તેમ મોક્ષે જવાને લાયક પણ નથી, તેવા અધમ પુરુષ તે ભગવાન જિનેશ્વરના દાનને પામતા જ નથી,
અર્થાત્ જિનેશ્વર ભગવાનના સંવત્સરી દાનને ગ્રહણ કરવું તે ખરેખર ભવ્યપણાની છાપ લેવા જેવું છે અને તેથી તે મહાદાન કહેવાય તેમાં આશ્ચર્ય નથી. (૩) સ્ત્રીએ સંવત્સરી દાન ન લે.
ત્રિલેકનાથ તીર્થકર ભગવાનવડે દેવાતું સંવત્સરી દાન કેવલ પુરુષને જ લેવાનું હોય છે, કોઈપણ સ્ત્રી વર્ગને તે સંવત્સરી દાન લેવાનું મન થતું નથી અને કેઈપણ સ્ત્રી તે લેવા જતી નથી.