________________
પુસ્તક ૧-લું
ભગવાન તીર્થંકર મહારાજાઓનું પ્રતિદિન એક પહેર સુધીમાં જે એક કરોડને આઠ લાખનું દાન થાય છે. તે દાન એક પહેરની અપેક્ષાએ અને એક કરોડને આઠ લાખની અપેક્ષાએ જ મહાદાન તરીકે ગણેલું નથી, તેમજ લાગ. લાગટ ત્રણ સાઠ દિવસ લગી તે પ્રમાણે દેવાય છે, તેથી પણ ભગવાન તીર્થકરેના દાનને મહાદાન તરીકે ગણેલું નથી, ભગવાન જિનેશ્વરના દાનને મહાદાન તરીકે ગણવાના કારણે નીચે. પ્રમાણે જાણવા.
(૧) તીર્થંકર મહારાજાનું દાન ઈચ્છા પ્રમાણે મેલે.
ભગવાન તીર્થકર મહારાજના દાનની વખતે શહેરના ત્રિક શંગારક, ચતુષ્ક, ચવર, રાજપથ, મહાપથ વિગેરે દરેક સ્થાનોમાં એવી ઉદ્દઘાષણું કરવામાં આવે છે કે
ભગવાન જિનેશ્વરની પાસે આવે અને તમારી જે ઈચ્છા હોય. તે માગે.” અર્થાત્ આ મહાદાનને મૂલ હેતુ કિમિચ્છકપણું છે.
કિમિચ્છકપણને સમજવાની સાથે સુજ્ઞ મનુષ્યએ એ પણ સમજવાનું છે કે જેમ દેવતા પ્રસન્ન થયા છતાં ભક્ત મનુષ્યને વરદાન આપી જે જોઈએ તે માંગવાનું કહે છે છતાં તે ભક્તજનના મને પિતાના ભાગ્ય પ્રમાણે જ થાય છે, અને તેથી તે ભાગ્ય પ્રમાણેના વચનેથીજ દેવતા પાસે માગણી કરે છે,
તેવીજ રીતે અહીં પણ શ્રી જિનેશ્વર ભગવાનના મહાદાનની. વખતે સુર અને અને અસુરો સર્વત્ર ઉદ્દઘોષણા કરી યાચકને ભગવાન તીર્થકરેની પાસે લાવે છે, અને જે જોઈએ તે માગે તેમ સૂચવવામાં આવે છે, છતાં પણ તે વાચકે પોતાના ભાગ્ય પ્રમાણે જ માગણી કરી શકે છે તેથી કિમિચ્છકપણાના દાનનું અસંભવિતપણું રહેતું નથી તેમજ એક જ મનુષ્ય બધું માગી લે તે પછી બીજાઓને