________________
પુસ્તક ૧-લુ
છતાં શાસ્ત્રકારો તે સ્થાને પણ આંખ–મીંચામણું નહિ કરતાં ભવાંતરના સંસ્કારને લીધે થએલા રાગને અંગે નેહરાગ નામને રાગ જણાવે છે,
ધ્યાન રાખવું કે ગુણ અને ગુણી ઉપર જે રાગ તે સ્વયં પ્રશસ્ત હોઈ રાગમેહનીય કેમને સર્વથા નાશ કરનાર હોવાથી મોહના ઘરને છતાં પણ નિર્જરાની સાથે સંબંધ રાખનાર છે, પરંતુ જે કુટુંબી આદિકના સંબંધને લીધે ગુણી પુરુષ ઉપર પણ ગુણવાન્ પુરુષે કરેલો રાગ હોય, તે તે રાગ પણ નેહરાગ જ કહેવાય, અને તે નિર્જરાની સાથે સંબંધવાળો રહેતું નથી, એટલું જ નહિ પશુ મેક્ષમાર્ગમાં પ્રવર્તેલા જીને વજની સાંકળ માફક વિઘ કરનારે થાય છે,
આ વાત ત્રિલોકનાથ તીર્થકર ભગવાન મહાવીર મહારાજા અને ભગવાન ગૌતમ મહારાજાના નેહ સંબંધને જાણવાવાળો મનુષ્ય સહેલાઈથી સમજી શકે એમ છે.
ગુણીપણાના સંબંધને લીધે દેવાદિનું આવવું. - આ બધું કહેવાની મતલબ એટલી કે ભગવાન જિનેશ્વર મહારાજાના દીક્ષા કલાકના મહોત્સવમાં ઈન્દ્ર મહારાજાદિક દેવતાઓ અને લોકાંતિક જેવા સમ્યગ્દષ્ટિએ જે હાજરી આપે છે, સ્તુતિ કરે છે, ધર્મતીર્થ પ્રવર્તાવવાને માટે વિનંતિ કરે છે, અને જય જયના નાદથી દશે દિશાને ગજાવી મુકે છે, તેમાં ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના ગુણીપણાને સંબંધ જ માત્ર કારણ છે, અર્થાત્ તેમાં ભગવાન તરફને શુદ્ધ ભક્તિ રાગ તે ઇંદ્રાદિક દેવતાઓને કારણ તરીકે હોય છે
દેવદુષ્યને ઉપગ શામાં! અને તેની મહત્તા
આવી રીતે દીક્ષા કલ્યાણક કરવાને આવેલા ઇંદ્ર મહારાજા, ભગવાનની દીક્ષા વખતે તેમના કુંચિત કેશને ક્ષીર સમુદ્રમાં પધ
આ-૧-૫