________________
પુસ્તક ૧-લું
૫૫ જીવનને અર્થ અવધિજ્ઞાનના ઉપયોગથી ગણવે એમ નથી, પણ સંસારની લાલસા વિના સમ્યગ્દષ્ટિનું જીવન સુખાશવાળું હોય તેવી રીતે ભગવાનનું જીવન તત્વાદિકના જ્ઞાનપૂર્વકનું હાઈ સાંસારિક કે પૌગલિક પદાર્થની આસક્તિ વગરનું હતું. એમ માનવું એ સર્વ પ્રકારે ઉચિત છે.
આ રીતે શ્રીતીર્થંકરભગવંતેના દીક્ષા અધિકારમાં પ્રાસંગિક વિચારી હવે સાંવત્સરિક દાન સંબંધી વિચાર કરીએ !
ભગવાનનું સાંવત્સરિક દાન
દરેક તીર્થકર મહારાજાએ પ્રવજ્યા ગ્રહણ કરવા પહેલાં એક વર્ષને વખત હોય ત્યારથી નિયમિત સાંવત્સરિક દાન આપે છે, આ સાંવત્સરિક દાનને શાસ્ત્રકારે મહાદાન જણાવે છે.
શાસ્ત્રકારોએ તે સાંવત્સરિક દાનને મહાદાન કહેલું હોવાથી કેટલાક શંકા કરે છે કે
જે તીર્થકર ભગવાને તે સાંવત્સરિક દાન મહાદાન હોય તે સંખ્યાવાળું ન લેવું જાઈએ, કેમ કે જે સંખ્યાવાળું હોય તે તેનાથી અધિક દાન દેવાવાળા પણ બીજા હોય અને તેથી તે અધિક દાન દેવાવાળાનું દાન એ મહાદાન કહેવાય, પણ તીર્થકર મહારાજાનું નિયમિત સંખ્યાવાળું દાન એ મહાદાન કહેવાય નહી અને તીર્થકરોનું અસંખ્યાતું દાન તે તમેએ માનેલું પણ નથી, કિંતુ તીર્થંકર મહારાજાના દાનને સંખ્યાવાળું દાન તમેએ માનેલું છે
તમે જ શાસ્ત્રમાં જણાવે છે કે તીર્થંકર મહારાજ હરરેજ સૂર્ય ઉદયથી ભેજન વખત સુધી એટલે પહેલા પહેાર સુધી સાંવત્સરિક દાન આપે છે, અને તે દાનમાં પ્રતિદિન એક કરોડ ને આઠલાખ સોનૈયા તેઓ આપે છે, અને એવી રીતે પ્રતિદિન દાન દેતાં વર્ષના ત્રણસેં ને સાઠ દિનના હિસાબે ત્રણ અબજ અને અઠ્ઠાસી કોડ સેનૈયાનું દાન આપવામાં આવે છે.