________________
૩૨
આગમજયાત વિરતિની મહત્તા
આ જગા પર એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે : શાસ્ત્રકાર વિરતિ વગરના એકલા સમ્યક્ત્વને ધારણ કરવારૂપ ચેથા ગુણઠાણાની સ્થિતિ ઉત્કૃષ્ટથી કંઈક અધિક તેત્રીસ સાગર પમ માત્ર જણાવે છે.
પરંતુ સમ્યક્ત્વની સ્થિતિ છાસઠ સાગરોપમની જણાવે છે, તે ઉપરથી નક્કી થાય છે કે ભવાન્તરથી સમ્યકત્વ લઈને આવેલ જીવ તે ભવમાં વિરતિ કે જે દેશથી હે કે સર્વથી હો તે અવશ્ય હેવી જ જોઈએ.
પરંતુ એ બન્ને ઉદ્યમથી જ થવાવાળાં છે. તેથી શાસ્ત્રકારે પણ પરિવાણુથા વિસિતમ્ એમ કહી જાણવાનો પ્રયત્ન ૧ પાપ નહિ કરવાની પ્રતિજ્ઞાને પ્રયત્ન અને ૨ પાપ ટાળવાને પ્રયત્ન થાય તેને જ વ્રત અગર મહાવ્રત કહે છે
તે ઉદ્યમપૂર્વક થવાવાળી દેશવિરતિ કે સર્વ વિરતિ જે ન ધારણ કરે તે તેનું ભવાંતરનું સમ્યકત્વ ટકે જ નહિ.
ભવાન્તરથી લાવેલું સમ્યક્ત્વ ત્યારે જ ટકે કે જ્યારે તે પિતાના મનુષ્યભવમાં દેશવિરતિ કે સર્વવિરતિમાંથી એક પણ વિરતિને કરનારે હેય.
આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે
સમ્યકત્વને ધારણ કરનારે જીવ હેય તે તે જરૂર વિરતિ તરફ વધવા માટે પ્રયત્નને કરનાર જ હોય, અને પ્રયત્નની અપેક્ષા જરૂરી છે એમ માનનારે જ હોય, અને તેથી ગર્ભથી શું પણ જન્માક્તરથી પણ ત્રણ જ્ઞાનને ધારણ કરનારા ભગવાન શ્રી ઋષભ દેવજીએ ચારિત્રને અંગીકાર કરીને મને સન્માગ દેખાડે છે,
એટલું જ નહીં પણ વષતપ જેવા વિશિષ્ટ મહાતપની આરાધનાને ભવ્ય આદર્શ રજુ કર્યો છે..