________________
આગરાજીયાત - જ્યારે આવી રીતે છે, તે પછી ગિમ્બર સાધુઓ પિતાની અસંયમની પ્રવૃત્તિને તીર્થકરનું અનુકરણ છે, એમ જણાવી જે બચાવ કરે છે તે તીર્થંકર મહારાજની કેવી આશાતના કરે છે ? તે વાચકગણ સહેજે સમજી શકશે?
વાચકેએ ધ્યાન રાખવું કે સર્વ તીર્થંકર મહારાજાઓને એવી લબ્ધિ દીક્ષા ગ્રહણ કરે ત્યારથી હેય છે કે
તેમના હાથમાં રસ જેવી પાતલી ચીજ સેંકડે ઘડા પ્રમાણ ઠાલવવામાં આવે તે પણ તેમાં શિખા જ વધે, પરંતુ એક બિંદુ સરખું પણ નીચે પડે નહિ.
એવી લબ્ધિવાળો જિનેશ્વર મહારાજા વિગેરે પાત્રને ન ધારણ કરે તે દેખીને કે માનને જેએ તેવી લબ્ધિ વગરના હોય છતાં પણ અસંયમની બેદરદારી રાખી પાત્ર ન રાખે તેઓની દિગમ્બરને અને પૂર્વે જણાવેલી દશા થાય તેમાં આશ્ચર્ય નથી.
તીર્થકર મહારાજાઓને જે છટ્વસ્થપણામાં પણ અનરાયને શોપશમ હોય છે અને તેથી સંપૂર્ણ આહાર વગેરે એકજ જગે પર મળે છે અને તે નિર્દોષ પણ હોય, તે ક્ષપશમ સામાન્ય સાધુને દરેકને હોય એવું જે દિગમ્બર માને તે ખરેખર મોટી ભલ જ કરે છે,
સાધુ માત્રને અંગે એષણા–સમિતિ એનું નામ છે કે “દાતાર ન જાણે તેવી રીતે ભિક્ષાવૃત્તિ કરવા જવું અને ઉંછવૃત્તિ એટલે પશ્ચાતકમ વગેરે ન થાય એવી રીતે થોડું થોડું લેવું.”
આવી રીતની એષણાસમિતિ દિગમ્બરોને સ્વપ્ન પણ ન સંભવે, કેમકે તેઓ પાત્ર વિગેરે રાખતા નથી અને એક જ ઘેરે સમગ્ર ભોજન કરે છે.
તેથી સ્પષ્ટપણે સમજાય તેમ છે કે દિગમ્બર સાધુઓને માટે ભિક્ષાવૃત્તિ, માધુકરીવૃત્તિ, ગોચરી એ વિગેરે શબ્દ દેશવટે જ