________________
આગમત
ભગવાન ગઢષભદેવજી મહારાજ પહેલા ભવમાં મુસાફર તરીકે કઈક માર્ગે જતા હતા,
તે વખતે તે માની પાસેના કેઈક ખેતરમાં કેક ખેડુતને બળદ ખળામાં ફરતા ફરતા દાણા ખાતે જતું હતું, તેથી તેને ખેડુત ઘાતકી રીતે મારતે હતે.
આ દશ્ય જોઈ ભગવાન ઋષભદેવજી મહારાજના જીવે તે બળદને શીંકી બાંધવા ખેડુતને જણાવ્યું કે જેથી બળદ અનાજને ખાઈ શકે નહિ અને ખેડુત બળદને ઘાતકી રીતે મારે નહી.
આવી રીતે બળદને શી કી બંધાવવાથી ભગવાન રાષભદેવજીના જીવને અન્તરાય કર્મ બંધાયું અને તે અન્તરાયના ઉદયથી બાર માસ સુધી ભિક્ષા મળી નહી. પરંતુ આ કથન સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિ કે ટીકા આદિ એકમાં ન હોવાથી તેમજ ભગવાન ગષભદેવજીના ચરિત્રમાં પણ તે હકીકત ન હોવાથી અંતઃકરણથી દયાના દુશમન પણએ ઉપજાવી કાઢેલી સમજવી.
કારણકે સર્વવિરતિ સિવાયને દયાલુ માણસ જે ઘાતકી પણુથી બચાવવા માટે આ ઉપાય કરતાં પાપ બાંધે તે પછી અનુકંપા આદિની પ્રવૃત્તિને શી રીતે સ્થાન રહે?
માટે પૂર્વે જણાવેલી કથાને માનવી એ શાસ્ત્ર અને યુક્તિને અનુસરવા વાળાઓ માટે કોઈ પણ પ્રકારે ગ્ય નથી..
પૂર્વે જણાવેલી કથાનું કથન તે કલ્પિત કલ્પના–વેલીના ફળ સિવાય બીજું કાંઈ નથી.
જેવી રીતે કેટલાક શાસથી અજ્ઞાત છ મરૂદેવા માતાએ પહેલા ભવમાં રત્નકાંબલનું દાન કર્યું એમ જણાવવા જીભ ચલાવે છે, પણ મરૂદેવા ભગવતી અનાદિ વનસ્પતિમાંથી આવેલા હેઈ રત્ન કંબળના દાનને તેમને માટે સંભવ જ રહેતું નથી.