________________
૪૪
આગમજ્યોત પરંતુ કાલકાચાર્ય મહારાજે પ્રવર્તાવેલી ભાદરવા સુદ ૪ની સંવત્સરી માફક પરમ્પરાગત તિથિના સંબંધવાળે આસાર ભેદ નથી,
આ ઉપરથી એમ સમજવાની પણ કેઈએ ભૂલ ન કરવી કે ભક્તોની ભક્તિ આગળ આચારને સ્થાન જ નથી, કેમકે ભગવાન રાષભદેવજી મહારાજ અને કાલકાચાર્યજીએ સંપૂર્ણ વિધિથી અને જ્ઞાનથી વિચારીને સર્વથા નિર્દોષપણું દેખીને દેષની ઉત્પત્તિ વગરની ભક્તિને સ્વીકાર કરે છે,
આ રીતે સામાન્યથી લચ સંબંધી પ્રસંગેપાત વિચાર કરી ચાલુ વિચારણય વિષય રૂ૫ વાર્ષિક તપના-કારણભૂત ભિક્ષા નહિ મળવામાં અન્તરાયને વિચાર કરીએ. કાર્યની શ્રેયસ્કારતા અને વિનેની પરસ્પર
આચાર્ય મહારાજ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી વિગેરે મહાપુરુષે દરેક કાર્યનું શ્રેયકરપણું જણાવતાં તેમાં બહુ અન્તરાને સંભવ જણાવે છે, ' અર્થાત્ તેઓશ્રીના કહેવા પ્રમાણે જે જે શ્રેયસ્કર કાર્ય હોય તે બધા બહુ વિનવાળા હોય છે. અર્થાત બહુવિન સહિતપણાને તેઓ સાધ્ય તરીકે રાખી શ્રેયસ્કરપણાને હેતુ તરીકે રાખે છે.
તેથી તેઓ જણાવે છે કે મારામાર્ગ જેવી અદ્વિતીય સિદ્ધિને માટે કરાતાં શાસો શ્રેયસ્કર જ હોય, તેથી તેમાં ઘણું વિનિને સંભવ માન જોઈએ, તે વિદનના સર્વથા નાશને માટે દરેક મોક્ષાથી જીવોએ દરેક શાસ્ત્રોમાં આરંભમાં મંગલાચરણ કરવું જ જોઈએ. - આ પ્રમાણે શ્રી જિનભદ્રગણુ ક્ષમાશ્રમણજી વિગેરે મહાપુરૂષોનું મંતવ્ય છે.