________________
૪૮
આગમત બાર મહીના જેટલા કાલે ભોગવવાનું અન્તરાય કમ તે ઠેકાણે કટકે કટકે પણ ભોગવવામાં આવ્યું નહીં.
અર્થાત્ એમ કહી શકાય કે તે ત્યાશી લાખ પૂર્વ એટલે કાલ કેઈપણ જાતની બાધા સિવાય ભગવાન રાષભદેવજી મહારાજે સુખમય અવસ્થામાં નિર્ગમન કર્યો.
પણ પ્રવજ્યા લેવાની સાથે તેટલા લાંબા કાળમાં પણ ઉદયમાં નહિ આવેલું કર્મ ઉદયમાં આવ્યું,
વળી ભગવાન રાષભદેવજી મહારાજ વિશેષ કરીને ગર્ભ વસ્થાથી જ ઈન્દ્રાદિકને પૂજ્ય હતા તેથી ઈન્દ્ર મહારાજ સરખા ભક્તિમાં હાજર હોય તે વખતે અન્તરાયને ઉદયમાં આવવાને પ્રસંગન આવે તે સ્વાભાવિક છે, એક તીર્થકરની અધિક સ્તુતિ કરવાથી શું બીજાઓની અવગણના કરી કહેવાય?
કેટલાક મહાનુભાવ મુનિવર્યો એવું કહેવા તૈયાર થાય છે કે આવી રીતે એક તીર્થકરની અધિક સ્તુતિ કરવાથી બીજા તીર્થ. કરની અવજ્ઞા થઈ ગણાય છે તેવાં વચન સાંભળીને કેઈક ભદ્રિક જીવને અત્રે પણ જરૂર અવજ્ઞાની શંકા થશે.
પણ તેઓએ વિચારવું જોઈએ કે ભગવાન રાષભદેવજીના વંશની સ્થાપના ઇંદ્ર મહારાજે કરેલી છે. બાકીના ત્રેવીસ તીર્થ: કરેના વંશની સ્થાપના ઇદ્રોએ કરેલી નથી, શું આ કહેવાથી બીજા તીર્થકર ભગવાનની અવજ્ઞા થઈ?
એમ લઈએ તે ગણધર મહારાજા શ્રી સમવાયાંગ સૂત્રમાં વર્તમાન વીશીના તીર્થંકરના ત્રેવીસ તીર્થકરોને પૂર્વ ભવમાં અગિયાર અગને ધાર કરનારા જણાવે છે અને ભગવાન રાષભદેવજીને જ પહેલા ભવમાં ચૌદ પૂર્વને ધારણ કરનારા જણાવે છે