________________
આગામત - આ રીતે ત્રિલેકનાથ તીર્થકર રાષભદેવજી ભગવાન પણ દીક્ષાના અંગીકાર પછી દાતારના ઉપકારને માટે ભિક્ષાવૃત્તિ કહે તેમાં તે કોઈપણ જાતનું આશ્ચર્ય નથી ! તીર્થકરેની આદર્શ ભિક્ષાવૃત્તિ
વાચક વૃજે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે –
સાધુ મહાત્માઓમાં કેટલાક મહાત્માઓ ફક્ત એક જ ઘરના અભિગ્રહવાળા હોય છે અને તેવા મહાત્માઓ એકજ ઘરથી જે કંઈ મલ્યું તેટલું જ માત્ર લઈને સ્વસ્થાને આવે છે, તેવા મહાત્મા એને પેટ પુરૂં કરવું એ ઉપર તત્વ હતું જ નથી.
તેવી રીતે ખુદ તીર્થકર ભગવાને ભિક્ષાવૃત્તિ માટે ફરે છે, પણ તેમ ફરતાં જે કાંઈ એક ઘેરથી કંઈ પણ અલપ એવી કમ્ય વસ્તુ મળી જાય છે, તો તેટલાથી જ તેઓ પારણું કરી લે છે.
જેનશાને શ્રવણ કરનાર વર્ગ સહેજે સમજી શકે છે કે–
ચંદનબાળાને ધનાવહ શેઠે આપેલા માત્ર થોડા જ બાકળા હતા, તેટલા માત્રથી જ શ્રમણ ભગવાન મહાવીર મહારાજે કંઈક જૂન છ માસિક તપનું પારણું કર્યું,
વળી સંગમ દેવના ઉપસર્ગ વખતે વલ્સપાલી ડોશીએ વગર મહોત્સવે રાંધેલી ખીર [જે કે પ્રમાણમાં કેટલી હોય! તે શ્રોતાઓ સહેજે સમજી શકે તેમ છે.] માત્રથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજે છ માસી જેવા તપનું પારણું કર્યું.
આ વસ્તુ સમજીને જેઓ ભિક્ષાવૃત્તિની સ્થિતિ ન સમજે તેઓને શાસન સમજાયું નથી, એમ કહેવું ખોટું નથી.
સદ્વિચાનું ઘડતર મહાપુરુષની સેવા-ગુણાનુરાગથી થાય છે,