________________
આગમત છે, તેના કારણ તરીકે ગણાએલા એવા શરીરને ધારણ કરવા માટે છે. - તે ભિક્ષાવૃત્તિ પણ દાતારના ઉપકારને માટે જ કરે છે અને તેથી
ભગવાન હરિભકસૂરિજી “પિતા” એમ કહી ભિક્ષાવૃત્તિનું પ્રજન શરીરના ઉપકારની સાથે ગૃહસ્થાના ઉપકારને જણાવે છે.
આ વાક્યમાં વિશેષ એ ધ્યાનમાં રાખવાનું છે કે દેહના ઉપકાર કરતાં ગૃહસ્થના ઉપકારને મુખ્ય પદવી આપવામાં આવી છે. કેમકે જે એમ ન હેત તે ગુણકાર' એમ લખત! પણ તેમ નહિ લખતાં જે તે ' એમ લખ્યું છે, તે સ્પષ્ટપણે જણાવે છે કે-સાધુ મહાત્માને ભિક્ષાવૃત્તિમાં દેહના ઉપકારનું તત્વ જો કે રહેલું છે, તો પણ તે મુખ્ય નથી, પરંતુ ખરું મુખ્ય તત્વ તે ગૃહસ્થના ઉપકારનું જ છે.
આ કારણથી કથામાં જે સંભળાય છે કે-ભાવનાની ધારણાએ ચઢેલા દાતારે ઘી દેવા માંડયું, તેમાં ઘી ઢોળાવવા માંડયું તે પણ મહાત્માઓએ દાનને નિષેધ કર્યો નહિ.
વળી કેટલેક સ્થાને શય્યાતરના પિંડને શાસનમાં સર્વ સાધુઓને માટે નિષેધું છતાં પણ ગીતાર્થ આચાર્યોને તે શય્યાતર ભાવ સાચવવાની વિધિ જણાવવામાં આવી.
કેટલીક અપેક્ષાએ દાન દેનાર મહાપુરૂષની એટલી બધી ઉત્તમતા હોય છે અને ઉત્તમતા ગણાય છે કે તે જે ઉત્તમતાને અંગે મહાવ્રત લેવાવાળા સાધુ મહાત્માને અંગે મહાવ્રત લેતી વખતે જે અતિશય ન થાય તે વસુધારા આદિ પાંચ દિવ્ય પ્રગટ થવા રૂપ અતિશયે તે દાન દેનારા મહાપુરુષને અંગે કરાય છે.
જો કે સાધુ મહાત્માને દેવાતી ભિક્ષા તે દ્રવ્ય સાધન છે. તે પણ કંઈક કોઈક વખતે પાત્ર વિશેષની અને દાતાર વિશેષની