________________
પુસ્તક ૧-તુ
૩૧ પરંતુ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ બે કરણે જ આગળ સમ્યક્ત્વ તરફ જીવને લઈ જાય છે.
અનન્તાનુબંધી કે જે સમ્યકત્વને ઘાતક છે, તેને નાશ અપૂર્વકરણ કરે છે અને અનિવૃત્તિકરણ કે જે સમ્યકત્વને રોકવાવાળા મિથ્યાત્વને વેદનાને વખત બંધ કરી નાખે છે.
આ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ નામના બન્ને કારણે ભવ્ય જ કરી શકે છે.
તે બે કરણને અભવ્ય જીવ કેઈ દિવસ પણ કરી શકતું નથી છે અને તે બે કરણે આત્માના પ્રયત્નથી જ સાધ્ય છે.
યથાપ્રવૃત્તિકરણ છે કે અનુપયેગથી થાય પણ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ તે આત્માના તીવ્ર ઉપયોગ અને તીવ્ર વીર્યના ઉલાસની અપેક્ષા રાખે છે.
અર્થાત્ “જ્ઞાનીએ દીઠું હશે તેમ બનશે, એમ વિચારી નિરૂદ્યોગી અને નિવીય પ્રવૃત્તિવાળાને તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિને અવસર આવી શકે જ નહિ.”
સમ્યગ્દર્શન ન હોય ત્યાં સુધી સમ્યજ્ઞાન ન જ હય, એ વાત જન જનતાને જણાવવી પડે તેમ નથી અને સમ્યગ્દર્શન પામ્યા પછી પણ જીવ જ્યારે તીવ્ર વીર્ય ઉલ્લાસવાળો થાય અને સમ્યકત્વ વખતે રહેલી મોહનીય કર્મની સ્થિતિમાંથી સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ ચાહે તે તત્કાળ કે ચાહે તે કાળાન્તરે પણ જીવ ખપાવે ત્યારે જ ચારિત્રને પામી શકે.
આવી રીતે મેહનીય કર્મની સ્થિતિનું ખપાવવું વગર ઉદ્યમે માત્ર જ્ઞાનીએ દીઠું હશે તેમ જ બનશે, એવા એકાન્તિક વિચારવાળા વિયેની કુરણ વગરના છેને કેવી રીતે બની શકે? તે સમજવું મુશ્કેલ નથી.