________________
આગમોત રખડવાવાળા થાય છે. એમ શાસનની શ્રદ્ધાવાળાને તે માન્યા સિવાય છૂટકોજ નથી.
એટલે પંચાચાર-સંપન્ન આદિ ગુણોવાળા આચાર્યોની પરંપરાએ આવેલી ચૈત્યવંદનક્રિયાને આદર દરેક સભ્યર્દષ્ટિને ફરજીયાતપણે નહિ કે મરજીયાતપણે કરવાની જરૂર રહે છે.
વળી પંચાચાર-સંપન્માદિક ગુણવાળા આચાર્યોની પરંપરાએ કેટલાંક ચૈત્યવંદને પ્રણિધાનયુક્ત છે. ત્યારે કેટલાક ચિત્યવંદના તેથી રહિત છે. " એટલે ૧ જાગરણ ૨ ચત્ય ૩ જેમણ ૪ પચ્ચક્ખાણ ૫ શયન. આ પાંચ ચિત્યવંદને પ્રણિધાન સહિત હોય છે,
જયારે બાકીના બે જે બને વખતના પ્રતિક્રમણવાળાં ચૈત્યવંદને કે સિદ્ધાદિકની સ્તુતિરૂપ પ્રણિધાન યુક્ત છે, પરંતુ સમસ્ત ચિત્ય ૧ સમસ્ત મુનિ વન્દન ૨ અને પ્રાર્થના ૩ રૂપ પ્રણિધાનવાળાં નથી, પરંતુ ઉપર જણાવેલા પાંચ ચૈત્યવંદને તે ૧ ચૈત્ય ૨ મુનિ વન્દન અને પ્રાર્થના પ્રણિધાનવાળા છે.
આટલું છતાં પણ જૈનસંઘમાં પ્રણિધાનસૂત્ર તરીકે જે કંઈ પણ સુત્રને વ્યવહાર થતા હોય તે તે માત્ર પ્રાર્થનારૂપ પ્રણિધાન સૂત્રને છે.
તેથી દેવવંદનસૂરવૃત્તિ અને શ્રી પંચાશક આદિ શાસ્ત્રકારો ત્રણે પ્રણિધાનને માનવાવાળા છતાં પ્રાર્થના-પ્રણિધાનનું સૂત્ર જે “જયવીરાય” નામનું છે, તેને જ પ્રણિધાનસત્ર કહે છે. - હવે તે પ્રાર્થના-પ્રણિધાન સૂરમાં કઈ વિશિષ્ટતા છે? તે આપણે તપાસીએ
કે જેથી તે પ્રાર્થના-પ્રાણિધાન સૂત્રની વિશેષપણે મહત્તા ખ્યાલમાં આવે.