________________
૧૭
પુસ્તક ૧-લું
આ બધી હકીક્ત વિચારતાં સ્પષ્ટ થશે કે અનાદિ સૂક્ષ્મનિમેદમાંથી નિકળીને સિદ્ધ થતાં અગર પડી–પડીને ચઢતાં કોઈપણ પ્રેરક અને આલંબન હોય તે કેવળ ભવિતવ્યતાનું જ છે, અને આટલા માટે ઉપમિતિભવપ્રપંચકાર શ્રી સિદ્ધર્ષિ મહારાજ તેવી દરેક ગત્યન્તરની સ્થિતિને ઉપજાવનાર ભવિતવ્યતાની ગુટિકા જણાવી છે. ભવિતવ્યતાને ભરોસે ન રખાય!
પણ વિચક્ષણ પુરૂષએ ધ્યાનમાં રાખવાનું છે કે
અસંજ્ઞીની ચઢતી-પડતીના આધાર તરીકે ભવિતવ્યતાને આલેખવામાં આવી છે જ, પણ જ્યારે જ્યારે સંજ્ઞીપણું કે– સંજ્ઞીપંચેંદ્રિય-મનુષ્યપણું પ્રાપ્ત થયું છે, ત્યારે ત્યારે તે સંજ્ઞીપંચેન્દ્રિયપણાની સ્થિતિ પછીની આગળની ઉત્તમ કે અધમ સ્થિતિ માટે ભવિતવ્યતાને જવાબદાર કે જોખમદાર ન ગણતાં તે સંજ્ઞી મનુષ્યના વિચારો અને કર્મોને જ જવાબદાર અને જોખમદાર ગણ્યા છે,
તે અનુ સારે સંજ્ઞીપચંદ્રિયથી કે કેઈપણ સંજ્ઞી મનુષ્યથી પિતાની જવાબદારી કે જે ખમદારી ભવિતવ્યતા ઉપર નાખી શકાય તેમ નથી.
તે પછી ધર્મપ્રેમી અને મુમુક્ષુ મનુષ્ય ભવિતવ્યતાને ભસે. ભગવાન જિનેશ્વર મહારાજાઓના વચનામૃતનું પાન કર્યા છતાં પણ ભૂલે, એવું તે બને જ કેમ?
જ્યારે સામાન્ય મુમુક્ષુ મહાત્માઓ ભવિતવ્યતાને ભરોસે મોક્ષના સાધનમાં પણ પ્રવર્તવાનું ભૂલે નહિ, તે પછી ત્રણ જગતના નાથ ભગવાન તીર્થકરે ભવિતવ્યતાને ભરોસે રહે અને મોક્ષની મુખ્ય સીડી જે તીવ્ર તપસ્યા છે, તેની ઉપર ચઢવાને ઉદ્યમ ન કરે અને તે સીડી ઉપર ચઢયા સિવાય મેક્ષ-પ્રાપ્તિની ઈચ્છા રાખે કે મોક્ષની પ્રાપિત કહે, એ બને જ કેમ?
આ બધું વિચારતાં ભગવાન રૂષભદેવજીએ ભૂલમાં પાડનારી ભવિતવ્યતાને ભરોસો ન રાખતાં અવિચળ અને અવ્યાબાધ એવા.
આ-૧-૨