________________
પુસ્તક ૧-લું ગલનું પરિણમન ઘટ-પટાદિ રૂપે થાય છે અને તે તેને સ્વભાવ છે છતાં તે પુદ્ગલાદિને ઘટ-પટાદિરૂપ થવામાં પુરુષ-પ્રયત્નની દરકાર રહે છે. તથાભવ્યવને પરિપાક શી રીતે?
એ રીતે જીવમાં ભવ્યત્વ અને તથાભવ્યત્વ સ્વાભાવિક છે, છતાં પણ તેને પરિપકવપણામાં સાધનાની ખાસ જરૂર છે, કામના ઉદયને માટે જેમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવની દરકાર આવશ્યક છે, અને તે દ્રવ્યાદિકની દરકાર વગર કઈ પણ કર્મ ઉદયમાં આવી શકતું નથી.
તેવી જ રીતે ભવ્યત્વના પરિપાકમાં પણ તેના સાધનોની દર કાર રહે એ સ્વાભાવિક છે.
ભવ્યત્વના પરિપાક માટે દરેક ધર્મિષ્ઠ પુરુષને આકાંક્ષા થાય એ સ્વાભાવિક નથી, કારણ કે સાધક-સામગ્રીના બળે ભવ્યત્વ કે તથાભવ્યત્વ પરિપકવ થાય તે જ મુમુક્ષુ એ ભવ્ય જીવ મોક્ષને મેળવી શકે.
તેટલા માટે પૂર્વધર મહારાજાએ પંચસૂત્ર નામના પ્રકરણમાં ભવ્યત્વ કે તથા ભવ્યત્વને પરિપકવ કરનારા સાધને બતાવેલા છે.
સામાન્ય રીતે તે સાધનોની સંખ્યા ત્રણની જ આપેલી છે.
પ્રથમ અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનેશ્વર મહારાજના ધર્મનું જ શરણ કરવું, તેને કેત્તર માનવા તથા મંગલ રૂપ માનવા.
બીજા સાધન તરીકે મિથ્યાત્વ, અવિરતિ, કષાય કે પ્રમાદને લીધે જે સમ્યક્ત્વ, મૂલગુણ કે ઉત્તરગુણેમાં દેષ લાગ્યા હેય, અગર ધમપણાના અંગે કરવા લાયક કાર્યો ન થયાં હોય ધમી એને ન છાજતાં તથા ન કરવા લાયક કાર્યો થઈ ગયાં હોય અને પદાર્થોની વિપરીત પ્રરૂપણા થઈ હોય, તે બધા પાપોની નિંદા જુગુપ્સાદિ કરવા.