________________
પુસ્તક ૧-લું
અસંખ્યાત વખત મળેલું સમ્યગ્દર્શન કે સમ્યજ્ઞાન આરાધના માર્ગમાં ઉપયોગી નિવડ્યું નહિ.
પણ જ્યારે ચારિત્રનું સહચારીપણું થયું ત્યારે જ તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન આરાધના માર્ગમાં ઉપયોગી થયા,
આ કારણથી જેમ ચારિત્રની જઘન્ય આરાધનાએ આઠમે ભવે મોક્ષ થવાનો નિયમ છે, તેમ જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની જઘન્ય આરાધના પણ આઠમે ભવે મોક્ષ દેનારી જણાવી છે.
એટલે સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાનની જઘન્ય આરાધનાને અંગે જણાવેલા ભવેની સંખ્યા સ્પષ્ટ જણાવે છે કે
સમ્યફ ચારિત્ર વગરની સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાનની પ્રાપ્તિ આરાધના રૂપ ગણાય નહિ
આ વસ્તુ માનનારો અને જાણનારા મોક્ષાર્થી જીવ સમ્યક ચારિત્ર તરફ ઝુક્યા વિના રહે નહિ.
વળી તે શ્રી ભગવતી સૂત્રના વચનથી એક બીજી વાત પણ સમજવા જેવી છે કે
સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ, કોઈપણ આરાધના ચારિત્રની આરાધના વગરની તે સંભવિત નથી.
જો કે ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધનાને જ સંબંધ લેવામાં આવ્યા નથી, કેટલીક સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની આરાધનામાં ચાત્રિની મધ્યમ અને જઘન્ય આરાધના પણ જણાવી છે, એમ ખરૂં, પરંતુ, ચારિત્રની મુદ્દલ આરાધના ન હોય એવી તે સમ્યગ્દર્શન કે સમ્યજ્ઞાનની જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટમાંથી કેઈપણ પ્રકારની આરાધના જણાવેલી નથી.