________________
નથી.' મોચીને શોધવા એકાગ્ર થયેલા ચિત્તવાળા બહેનને વરઘોડાના માણસો બેન્ડવાજા અને ફટાકડાંના અવાજ સાથે પસાર થયાં છતાં પણ તેમાંનું કશું જ તેમને દેખાયું નહોતું. બહેનના આંખ અને કાન તો ખુલ્લા હતાં છતાં તેમને ન તો કાંઈ દેખાયું કે ન તો ઢોલનો અવાજ સંભળાયો. કારણ કે બહેનનું મન મોચીની શોધમાં રોકાયેલું હતું. આમ, મન જો ઇન્દ્રિયોની પાછળ ન હોય તો વિષય આપણી પ્રત્યક્ષ હોવા છતાં તેનું જ્ઞાન થાય નહીં. જો વિષયની હાજરીની નોંધ જ ન લેવાય તો પછી વિષય પ્રત્યેનું આકર્ષણ તો જન્મે જ ક્યાંથી? મોચીના વિચારોમાં રોકાયેલું મન વરઘોડો પસાર થવા છતાં તેમાં આસક્ત થતું નથી તેમ જો મન પરબ્રહ્મના ચિંતનમાં રોકાયેલું હોય તો વિષયો સામે હોવા છતાં, તે વિષય પ્રત્યે રાગ કે આસક્તિ જન્મી શકે નહીં. આમ મનને જો આત્મચિંતનમાં પરોવી શકાય તો અનાયાસે જ બધી જ ઇન્દ્રિયોનું વિષયભ્રમણ અટકાવી શકાય. પરંતુ આત્મવિચારમાં મનને નિમગ્ન કરવા માટે ઇન્દ્રિયનિગ્રહ આવશ્યક છે.
ઇન્દ્રિયોને સ્વયંના ગોલકમાં સ્થિર કરવાની ક્રિયાને ‘દમ' તરીકે વર્ણવતા શંકરાચાર્યજી અત્રે ઇન્દ્રિયનિગ્રહ વિશે સમજાવે છે. ઈન્દ્રિય અને ઇન્દ્રિયગોલક આ બંને ભિન્ન વસ્તુ છે. સ્થૂળ શરીરમાં રહેલાં આંખ, નાક, કાન વગેરેને ઇન્દ્રિયગોલક કહેવાય છે. ઇન્દ્રિયગોલકની મદદથી જ ઇન્દ્રિયો જગતમાં રહેલાં વિષયોને ગ્રહણ કરે છે પરંતુ ઇન્દ્રિય સ્વયં વિષયને જાણી શકે તેમ નથી. અર્થાત ઇન્દ્રિયગોલક આંખ તે ચક્ષુ-ઈન્દ્રિય દૃષ્ટિથી ભિન્ન છે. એટલે કે, “Eye is different from vision.” ઇન્દ્રિયગોલક તો મડદાંને પણ હોય છે. મડદામાં આંખ, નાક, કાન વગેરે હોવા છતાં મડદું જોતું, સુંઘતું કે સાંભળતું નથી. કારણકે તેમાં ઇન્દ્રિયો હોતી નથી. આંખમાં રહેલી દર્શનશક્તિને ચક્ષુ-ઇન્દ્રિય, કાનમાં રહેલી શ્રવણશક્તિને જ કર્મેન્દ્રિય કે શ્રોત્રેન્દ્રિય, તે જ પ્રમાણે નાકમાં રહેલી ગંધ પારખવાની શક્તિનેજ ધ્રાણેન્દ્રિય કહે છે. મૃત્યુ સમયે આ સૂમ ઇન્દ્રિયો જીવાત્મા સાથે અન્ય શરીરની પ્રાપ્તિ માટે પ્રવાસ કરે છે જ્યારે ઇન્દ્રિયગોલક તો મડદામાં જ પડી રહે છે. આ વિષયમાં સ્પષ્ટતા કરતાં ભગવાને જણાવ્યું છે કે,