________________
૬૭૮
પતન હોતું નથી માટે આવા અકસ્માતની પતનકારી શૃંખલાથી સ્થિતપ્રજ્ઞ બચી જાય છે અને હંમેશા અન્યને આવા અધોગતિના તથા વિનાશના માર્ગેથી બચાવવા તે પ્રયત્નશીલ હોય છે. માટે જ સ્વયં કૃષ્ણપરમાત્માએ સ્થિતપ્રજ્ઞ પુરુષ તરીકે ભગવદ્ગીતા દ્વારા સ્થિતપ્રજ્ઞનો ઉપદેશ આપી અનેક મુમુક્ષુઓને બુદ્ધિનાશના માર્ગેથી બચાવવાનો અને આત્મસ્વરૂપની વિસ્મૃતિથી તારવાનો અલૌકિક પ્રયત્ન કર્યો છે. તેથી જ તેવા ગીતાના મહાન સ્થિતપ્રજ્ઞ પુરુષને અખિલ વિશ્વના પૂજનીય સદ્ગુરુ કહ્યાં છે. “શ્રી વજે નપુરમ્ | ”
| શ્લોકમાં જણાવ્યું છે કે સ્થિતપ્રજ્ઞ ચિત્તને બ્રહ્મમાં લીન કરી નિર્વિકાર અને નિષ્ક્રિય થાય છે. “બ્રહ્મન્થવવિતીનાત્મા નિર્વિજારો વિનિઃિ ” “જે યોગી બ્રહ્મમાં ચિત્તનો લય કરીને નિષ્ક્રિય અર્થાત્ ક્રિયામુક્ત બને છે તે સ્થિતપ્રજ્ઞ છે.” નિર્વિકાર અને નિષ્ક્રિય જેવું સ્થિતપ્રજ્ઞનું લક્ષણ દર્શાવે છે કે સંસારના તમામ ભૂતમાત્ર અર્થાત્ પશુ પંખી અને મનુષ્યો પ્રવૃત્તિમાં કાર્યરત હોય છે અને કર્મના નશામાં ચકચૂર હોય છે, પ્રવૃત્તિમાં, ગળાડૂબ હોય છે, પ્રવૃત્તિ વગર તેવા સૌ બેચેન બને છે, ક્ષણમાત્ર પણ પ્રવૃત્તિથી અટકતા નથી, અર્થાત્ પ્રવૃત્તિમાં સતત જાગ્યા કરે છે ત્યારે અજ્ઞાનીઓની તેવી પ્રવૃત્તિરૂપી સઘન આંધીમાં કે કર્મના વંટોળ વચ્ચે પણ સ્થિતપ્રજ્ઞ નિરાંતે નિર્વિકાર અને નિષ્ક્રિય બની ઊંઘે છે અને જ્યારે તમામ અજ્ઞાનીઓ આત્મજ્ઞાનમાં અર્થાત મોક્ષપ્રાપ્તિ માટે નિષ્ક્રિય થઈ, પ્રમાદી થઈ ઊંધ્યા કરે છે ત્યારે સ્થિતપ્રજ્ઞ પોતાની પ્રજ્ઞાને આત્મસ્વરૂપમાં સ્થિત કરી પોતાના સત, ચિત, આનંદસ્વરૂપમાં નિશદિન જાગ્યા કરે છે. તેથી સ્થિતપ્રજ્ઞનું આગવું અલૌકિક લક્ષણ સ્પષ્ટ કરે છે કે કર્મ કે પ્રવૃત્તિરૂપી જાગૃતિમાં જે ઊંધે અર્થાત નિષ્ક્રિય રહે તે સ્થિતપ્રજ્ઞ છે. તથા અજ્ઞાનીઓના વિષયભોગમાં પણ જે નિર્વિકાર રહી મનને આત્મામાં ડુબાડી પોતે પોતા દ્વારા પોતાનામાં બાહ્યવિષયોના અભાવમાં અને ઇન્દ્રિયસુખની અનુપસ્થિતિમાં પણ સંતુષ્ટ રહે તે સ્થિતપ્રજ્ઞા