________________
૮૩૬
संवादेन मुमुक्षूणाम् सुखबोधोपपत्तये માત્મત્તલમ્ निरूपितम्
= સંવાદરૂપે = મોક્ષની ઇચ્છાવાળાઓને = સરળતાથી જ્ઞાન થાય માટે = આત્માનું લક્ષણ (આત્મજ્ઞાન) = નિરૂપણ કરાયું.
શિષ્યની વિદાય સદ્ગુરુના અંતિમ સંકેતસૂત્રોનું શ્રવણ કરી, ઉપદેશનો સ્વીકાર કરી ગદ્ગદ થયેલા શિષ્ય, કૃતકૃત્યતાની ભાવના સાથે મુક્તિરૂપી અલંકારથી સુશોભિત થઈ, ગુરુની આજ્ઞાને શિરમોર માની, સદ્ગુરુના ચરણકમળથી વિદાય લીધી. ત્યારબાદ, સદ્ગુરુ પણ સદા સર્વદા આત્માનંદમાં રહેવા ટેવાયેલા પૂર્વવત્ નિજાનંદના મહાસાગરમાં મગ્ન થઈ વિહાર કરવા લાગ્યા અને જે જે સ્થળે, જે કોઈ તેમના સમાગમમાં આવતા, તે સૌ વસુંધરાવાસીઓને પોતાની જ્ઞાનજ્યોત દ્વારા પાવન કરતા રહ્યા.
આ પ્રમાણે ભારતવર્ષની, શંકા અને સમાધાનરૂપી કે પ્રશ્નોત્તર જેવી અલૌકિક સંવાદ પરંપરા દ્વારા, મુમુક્ષુઓને વિન વિના સરળતાથી આત્મજ્ઞાન થઈ શકે તે માટે આત્મજ્ઞાનનો અમૃતરૂપી ઉપદેશ અત્રે “વિવેકચૂડામણિ” જેવા ગ્રંથને નિમિત્ત બનાવી, આપવામાં આવ્યો છે. ગુરુ અને શિષ્ય જેવા કાલ્પનિક પાત્રોની રચના કરી શિષ્યના તમામ સંદેહોની નિવૃત્તિ કરવી તથા શિષ્યના આવરણનું હરણ કરવું, તેવા પરમ કર્તવ્ય માટે સદ્ગુરુના મુખમાં વેદ, શ્રુતિ અને સ્મૃતિના અમર વાક્યો ઉપદેશરૂપે મૂકવામાં આવ્યા તેથી શિષ્યની હૃદયગ્રંથિ ભેદાઈ ગઈ, કર્મો નષ્ટ થયા અને સંદેહો છેદાઈ ગયા. આમ, ગુરુ-શિષ્યના સંવાદ દ્વારા મુમુક્ષુને જ્ઞાનના સાધનોનો નિર્દેશ કરી, ભવતરણ નો ઉપાય તથા અજ્ઞાનના આવરણનું અનાવરણ કરવાની અલૌકિક કળા સમજાવવામાં આવે છે. તેથી ગ્રંથનો હેતુ સાર્થક થાય છે અને ગુરુ-શિષ્યરૂપી પરંપરાની પ્રત્યેક કડી પાવન પવિત્ર થઈ કૃતકૃત્ય થાય છે.