Book Title: Vivek Chudamani
Author(s): Tadrupanand Swami
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 855
________________ परिभ्राम्यताम् अति-आसन्न = निर्वाणसन्दायिनी शंकरभारती विजयते = સુવર્ સુધામ્યુંધિમ્ =સુખદાયી, સુખસાગરરૂપી ब्रह्माद्वयं दर्शयन्ती અદ્વિતીય બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવતી एषा = = આ = = ૮૩૮ ભટકતાં (મુમુક્ષુ સાધકો) માટે અત્યંત નજીક – મોક્ષ અપાવનારી શ્રી શંકરાચાર્યજીની વાણીનો નિરંતર જયજયકાર હો.... ગ્રંથ અને ગ્રંથકારની સ્તુતિ જેઓ ચિત્તના દોષોથી મુક્ત થઈ પ્રશાંત ચિત્તવાળા થયા હોય, સંસારના સુખથી વિ૨ક્ત થયેલા હોય અને શ્રુતિના વાક્યોમાં રસપૂર્વક ૨મણ કરનારા મુમુક્ષુ હોય, તેવા સૌ યત્નશીલ સાધકો માટે આ હિતોપદેશ આદરપૂર્વક સ્વીકાર કરવા જેવો છે. જેમ સૂર્યના તાપથી પીડાયેલા, ગભરાયેલા અને થાકેલા લોકો મરુભૂમિમાં ઝાંઝવાના જળથી તૃપ્તિ કે શાંતિ મળશે એવી અપેક્ષાથી ત્યાં જાય છે અને ભટકે છે, છતાં તેમની પીડા ન તો શાંત થાય છે કે ન તૃષા તૃપ્ત થાય છે. તેમ, મોક્ષમાર્ગના પથિકો આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક તાપ કે દુઃખથી ત્રાસી ગયેલા હોવાથી દુઃખમુક્તિ માટે અનેક સ્થળોએ, અનેક ગ્રંથોના ઘાટ ઉપર, આશ્રમોના દ્વારે, તીર્થસ્થળોને આંગણે, સરિતાના તીરે ભટકે છે. છતાં મોક્ષનું લક્ષ્ય તો દૂર ને દૂર જતું જણાય છે અને તેવા સૌને ન તો અમરતારૂપી મુક્તિ મળે છે કે ન સંસા૨ના ત્રિવિધ તાપથી છૂટકારો. આમ હોવાથી, આદિ શંકરાચાર્યજીએ તેવા સૌ મુમુક્ષુ સાધકો માટે અત્યંત નજીક, સુખદાયી, સુખના સમુદ્ર જેવી, અદ્વિતીય બ્રહ્મનું દર્શન કરાવતી, મુક્તિ અપાવનારી આ ‘“વિવેકચૂડામણિ’રૂપી અમૃતમય વાણીનો સૌ મુમુક્ષુઓ ઉપર પવિત્ર અભિષેક કર્યો છે. આવી આચાર્ય શ્રીશંક૨ભારતીની દિવ્ય વાણીનો નિરંતર જયજયકા૨ હો, જયજયકાર હો!

Loading...

Page Navigation
1 ... 853 854 855 856 857 858