Book Title: Vivek Chudamani
Author(s): Tadrupanand Swami
Publisher: Manan Abhyas Mandal

Previous | Next

Page 770
________________ ૭૫૩ CC હે ગુરુદેવ! અંતઃકરણથી શુદ્ધ થવાનું કે બુદ્ધિર્થી બુદ્ધ થવાનું મુજ પામરનું સામર્થ્ય કયાં? આપે તો આપના અનુગ્રહ પ્રસાદથી મને ધન્ય કર્યો, કૃતકૃત્ય કર્યો. હવે મારું કોઈ કર્તવ્યકર્મ શેષ રહેતું નથી તથા મેં નહીં કરેલાં અનેક કર્મોનું પુણ્ય પવિત્ર ફળ પણ મને પ્રાપ્ત થઈ ગયું છે. તેથી આરંભેલા અધૂરાં છે, તેવો ન તો અફસોસ છે અને ન કોઈ કર્તવ્યકર્મની વાંચ્છા છે. મારા હ્દયમાં આપે પ્રગટાવેલી જ્ઞાનજ્યોતિ દ્વારા હવે તો મારો અવિરત ચાલતો કર્મયજ્ઞ પરિપૂર્ણ થયો છે. આપે જે ઉપદેશ્યું છે કે “સર્વ ર્માવિત પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે '' (ભ.ગીતા અ. ૪/૩૩) “ હે પાર્થ, સર્વ કર્મ જ્ઞાનમાં સંપૂર્ણપણે સમાપ્ત થાય છે.’’ તથા જે બહુશ્રુત છે, શ્રોત્રિય છે તેને તો કામના ન ક૨વા છતાંય તમામ કામનાઓ પરિપૂર્ણ થયેલી જણાય છે, તથા ઉદય ન પામેલી કામનાઓનું ફળ પણ મળી જાય છે. ‘‘શ્રોત્રિય મૈં મામહતસ્ય | '' તદુપરાંત આપે જ રહસ્યનો પડદો ઊંચો કર્યો અને મેં ક્ષર શબ્દોમાં અક્ષર સંદેશ વાંચ્યો કે “વત્ જ્ઞાત્વા ન પુનર્મોહમ્ (ભ.ગીતા અ. ૪/૩૫) ‘“ જે (આત્માને) જાણીને તું ફરી મોહરૂપી અજ્ઞાનને પામીશ નહીં.'' આમ, મારા મોહને દાહ દેનારા મારાં અનંતકોટિ કર્મોનો અગ્નિસંસ્કાર કરનારા આપને મારા અનંતકોટિ વંદન હો. આપની કૃપાથી વંચિત રહેના૨ો હે ગુરુદેવ ! કોઈ પણ જીવ કૃતકૃત્ય થઈ શકતો નથી, જ્યારે હું તો આપની કૃપાનો પ્રિયપાત્ર થયો છું માટે મને ધન્ય છે. મારા કર્મોએ મને ચર્મના વસ્ત્રો સાથે મનુષ્યનો આકાર આપ્યો, સંસારે મને આભૂષણો અને લાજ રાખવા વસ્ત્રોથી અલંકૃત કર્યો. પણ હે ગુરુદેવ ! આપે તો મને જ્ઞાન જેવા દિવ્યાંબરથી સુશોભિત ક૨ી, સૌથી પવિત્રતમ બનાવ્યો. કારણ કે ‘“અખિલ વિશ્વમાં જ્ઞાન જેવું પવિત્ર કરનારું અન્ય કંઈ જ નથી.’’ “ન ફ્રિ જ્ઞાનેન સર્વેશં પવિત્રમિન્હ વિદ્યતે ।'' (ભ.ગીતા-૪/૩૮ ) અને માટે જ હું નિત્ય આનંદસ્વરૂપ અને પરિપૂર્ણ થયો છું. હે ગુરુદેવ! હું સમજતો નથી કે કઈ રીતે હું આપના ઋણથી મુક્ત થાઉં! કેવી રીતે આપની મહાનતાને નમન કરું! આપની કરુણાની પૂજા કરું કે આપની જ્ઞાનગરિમાની સ્તુતિ કરું ! મને તો એટલું જ સમજાય છે કે મારી પરિપૂર્ણતા જ આપનો મહિમા ,,

Loading...

Page Navigation
1 ... 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858