________________
૭૬૧
સુજ્ઞને સ્પષ્ટ છે કે નથી હું શરીર, તો મારે જન્મમૃત્યુનું કે દેશકાળનું બંધન
ક્યાં? અને જો હું આત્મા છું તો તો નિત્યમુક્ત છું. મારે વળી મુક્તિનો પ્રશ્ન ક્યાં? પરંતુ કોઈ અજ્ઞ જ આત્મા ઉપર આરોપિત શરીરના બંધનને પોતાનું માની તેમાંથી મુક્ત થવા જીવનભર પ્રયત્ન કર્યા કરે છે અને જેમ આંધળો આંધળાને દોરે, તેમ અન્યને પણ મુક્તિના માર્ગે દોરે છે. વાસ્તવમાં શરીર તો આત્મા ઉપર આરોપિત છે અર્થાત્ ભ્રાંતિ છે. તેવી ભ્રાંતિ શું તેના અધિષ્ઠાન આત્માને બાંધી શકે ખરી? ચલચિત્રમાં કોઈ મુખ્ય નાયક કે અભિનેતા ખલનાયકના વસ્ત્રો ફાડી નાંખે, ચીરચીરા કરી નાંખે તેથી કંઈ પડદો ફાટે ખરો? અરે ! ચલચિત્રમાં દેખાતા ધરતીકંપથી પડદામાં લેશમાત્ર હલનચલન જોવામાં આવતું નથી. તે જ પ્રમાણે આરોપિત શરીર ઈન્દ્રિયાદિની ક્રિયાઓથી નિષ્ક્રિય આત્મા કંઈ દૂષિત થઈને સક્રિય થતો નથી કે આંખના રોવાથી રોતો પણ નથી અને દેહના બળવાથી બળતો પણ નથી તથા આરોપના આવાગમનથી નથી થાકતો, વૃદ્ધિ પામતો કે નષ્ટ થતો. તાત્પર્યમાં નશ્વર આરોપ શાશ્વત અધિષ્ઠાન આત્માને લેશમાત્ર હાનિ પહોંચાડી શકે તેમ નથી.
| (છંદ-ઇન્દ્રવજા) માવાશવજોપવિતૂરો -
मादित्यवदास्यविलक्षणोऽहम् । अहार्यवन्नित्यविनिश्चलोऽह
मम्भोधिवत्पारविवर्जितोऽहम् ॥५००॥ अहं आकाशवत्
= હું આકાશની જેમ लेपविदूरगः
= નિર્લેપ છું. अहं आदित्यवत्
= હું સૂર્યની જેમ (સ્વયંપ્રકાશ હોવાથી) भास्य विलक्षणः
= પ્રકાશિત વસ્તુથી જુદો છું. મિદં મહાવત્ નિત્ય નિશ્ચિત = હું પર્વતની જેમ નિત્ય અચલ છું; માં મોધિવત્ પરવર્જિતઃ = હું સાગરની જેમ પાર વગરનો
અપાર છું.