________________
૮૨૮
સત્યમાં તો તેની સંભાવના હોય જ ક્યાંથી? છતાં જો કોઈ અજન્મા, અનાદિ, અનંત અને અદ્વિતીય આત્મામાં ઉત્પત્તિ અને નાશની કલ્પના કરે તો તે અગ્નિમાં શીતળતાની કલ્પના જેવી મૂર્ખામીની પરાકાષ્ઠા સિવાય અન્ય કંઈ જ ન કહેવાય. નિરોધ અને ઉત્પત્તિ, બદ્ધ તથા સાધક, મુમુક્ષુ કે મુક્ત જેવો દ્વતભાવ તો માત્ર અજ્ઞાનકાળે જ ભાસે છે. જ્યાં સુધી દેશ્યપ્રપંચનું ભેદમય જગત જણાતું હોય કે જયાં સુધી દૈતના મિથ્યાત્વ, અસત્ત્વ, અનિત્યત્વમાંથી અજ્ઞાની બહાર ન નીકળ્યો હોય ત્યાં સુધી જ તેને ઉપરોક્ત ભેદનું દર્શન થયા કરે છે. કારણ કે દ્વૈતભાવ કે અજ્ઞાનકાળમાં જ અન્ય અન્યને જુએ છે, અન્ય અન્યને સાંભળે છે, તેવા દ્વૈતભાવનો અનુભવ થાય છે, તેવું શ્રુતિ જણાવે છે. “યત્ર હિ દૈતમિવ ભવતિ તાતિર તરં પતિ, તિર ફતરં કૃતિ ” પરંતુ આત્મજ્ઞાન કે જ્ઞાનસ્વરૂપ બ્રહ્મનો સાક્ષાત્કાર થતાં જે પારમાર્થિક સત્ય સમજાય છે, તેમાં સમગ્ર દૈતનો જ અને તેના કારણ અજ્ઞાનનો પણ નાશ થાય છે. તેથી ત્યાં ઉત્પત્તિ કે નિરોધ, બદ્ધ કે સાધક, મુમુક્ષુ કે મુક્ત જેવા કંદ કે દૈત જેવું કંઈ જ જણાતું નથી.
હકીકતમાં તો પારમાર્થિક સત્ય જેવા પરબ્રહ્મમાં તો કોઈની પણ ઉત્પત્તિનો સંભવ જ નથી. બ્રહ્મ તો અનાદિ અને અજન્મા છે જ. પરંતુ કોઈ પણ જીવાત્માનો જન્મ થતો નથી, તેથી તેમની ઉત્પત્તિનું કોઈ પણ કારણ નથી. આમ, બ્રહ્મમાંથી પણ ઉત્પત્તિ થતી નથી અને બ્રહ્મ પોતે પણ જન્મ અને નિરોધથી મુક્ત છે. માટે તે જ ઉત્તમ પારમાર્થિક સત્ય છે અને તે જ સાક્ષાત્કાર કરવા યોગ્ય છે. માટે જ શ્રુતિ જણાવે છે કે,
'न कश्चिज्जायते जीवः संभवोऽस्य न विद्यते ।। एतत्तदुत्तमं सत्यं यत्र किंचन् न जायते ।'
(માંડુક્યકારિકા-અદ્વૈત પ્ર.-૪૮) કોઈ પણ જીવનો ક્યારેય જન્મ થતો નથી કારણ કે તેમની ઉત્પત્તિનું કોઈ કારણ જણાતું નથી. જેમાં કોઈની પણ ઉત્પત્તિ થતી નથી તે બ્રહ્મ જ ઉત્તમોત્તમ સત્ય છે. આવા પારમાર્થિક સત્યમાં નથી જન્મ જીવનો, નથી ઉત્પત્તિ સંસાર કે જગતની, નથી જન્મ ઉપાધિકલ્પિત ઈશ્વરનો અને