Book Title: Vivek Chudamani
Author(s): Tadrupanand Swami
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 850
________________ પ્રાતિભાસિક સત્ય જેવો છે. તેથી વ્યવહાર અને વ્યવહારમાં જણાયેલું વ્યાવહારિક સત્ય જેવું જે કંઈ છે, તેમાનું ઉત્પત્તિ અને વિનાશ જેવું, બદ્ધ અને સાધક જેવું, અગર મુમુક્ષુ અને મુક્ત જેવું કંઈ પણ પા૨માર્થિક સત્ય હોઈ શકે નહીં. પારમાર્થિક સત્ય તો અનાદિ અને અનંત છે, અવિકારી અને નિરાકાર છે, અસંગ અને અનામી છે, બંધન અને મોક્ષની ભ્રાંતિથી ન્યારું, નિશ્ચંત તત્ત્વ છે, જન્મ અને મૃત્યુ જેવી સાપેક્ષતાથી નિર્લેપ, નિરપેક્ષ સત્ય છે, તમામ પરિવર્તનોનું અપરિવર્તનશીલ અધિષ્ઠાન છે. આ જ શાસ્ત્રોનો અમર ઉપદેશ છે. શ્રુતિની અભેદ ઘોષણા છે. સંતોનો નિર્વિવાદ સંદેશ છે અને સ્મૃતિનો રહસ્યમય પવિત્રતમ સંકેત છે. (છંદ-માલિની) सकलंनिगमचूडास्वान्तसिद्धान्तरूपं परमिदमतिगुह्यं दर्शितं ते मयाऽद्य । अपगतकलिदोषं कामनिर्मुक्तबुद्धिं स्वसुतवदसकृत्त्वां भावयित्वा मुमुक्षुम् ॥५७६ ॥ કળિયુગના દોષોથી રહિત કામરહિત બુદ્ધિવાળા તને મુમુક્ષુને આજે अपगतकलिदोषम् कामनिर्मुक्तबुद्धिम् त्वां मुमुक्षुं अद्य स्वसुतवत् भावयित्वा મારા પોતાના પુત્ર સમાન માની શ્રેષ્ઠ અને અતિગુહ્ય परं अति गुह्यम् વં સત્તનિામવૂડાસ્વાન્ત-- એવો બધા ઉપનિષદોના સિદ્ધાંતનો सिद्धान्तरूपम् असकृत् ते मया दर्शितम् = = ૮૩૩ = = = = સાર વારંવાર તારી સમક્ષ મારા વડે દર્શાવાયો છે. પોતાના સદ્ગુરુ હૃદયસ્થ ખજાનામાં જે જે રહસ્યોનો ભંડાર ભરેલો છે, તે સમસ્ત પોતાના કૃપાપાત્ર શિષ્ય સમક્ષ ખુલ્લો કરી, તેને બ્રહ્મવિદ્યાનું મહાન દાન પ્રદાન કરે છે અને અંતે આપણે ગ્રંથના ઉપસંહારમાં

Loading...

Page Navigation
1 ... 848 849 850 851 852 853 854 855 856 857 858