________________
૮૩૧
ઉત્પત્તિનો બોધ આપ્યો છે. જેથી પ્રથમ વ્યાવહારિક સત્યમાં બુદ્ધિ સ્થિર કર્યા બાદ, ધીરે-ધીરે તેઓ પારમાર્થિક સત્યને પ્રાપ્ત કરનારા અધિકારી થઈ શકે. એવા જ સાત્ત્વિક હેતુથી ઉપાધિભેદનો, જગત ઈત્યાદિ પદાર્થોની ઉત્પત્તિનો, તથા આરોપિત અનેક નામ કે સંજ્ઞાઓનો, શ્રુતિ અને વેદોએ સ્વીકાર કરેલો છે. પરંતુ, જેઓ સૂક્ષ્મ બુદ્ધિવાળા તથા વિવેક-વૈરાગ્યાદિ સાધનસંપન્ન અધિકારીઓ છે, તેમને તો આપમેળે જ અનાદિ અને અજન્મા તથા અવિનાશી આત્માનો વિવેક સમજાઈ જ જવાનો છે. તેથી તેવા સૂક્ષ્મ બુદ્ધિવાળા અને સાધનસંપન્ન વેદાંતના અધિકારીઓ માટે સૃષ્ટિની ઉત્પત્તિ કે નાશનો ઉપદેશ આપવામાં આવ્યો નથી. તાત્પર્યમાં અનાધિકારી, અવિવેકીને ક્રમશઃ વૈત ઉપરથી અદ્વૈત તરફ અને ઉત્પત્તિ અને નાશથી, અનાદિ અને અનંત બ્રહ્મ તરફ લઈ જવાના હેતુથી જ શ્રુતિઓમાં ઉત્પત્તિ આદિના વર્ણનો કે ઉપદેશ આપવામાં આવ્યાં છે.
: “ર નો ન ર સાથઃ ” પારમાર્થિક સત્યમાં, આત્મામાં કે અભેદ બ્રહ્મમાં નથી કોઈ સંસારી જીવ કે જેને કર્મફળનું બંધન હોય કે અવનવી યોનિઓમાં આંટાફેરા કરવાનું અખંડ ચક્ર હોય અગર નથી કોઈ જન્મી ને મૃત્યુ પામનારું, પારણે કે સ્મશાનમાં સૂનારું શરીર કે જેને દેશ અને કાળનું બંધન હોય. આમ, જેને જેને કોઈ પણ પ્રકારનું જીવભાવે કે દેહભાવે બંધન હોય, તે બદ્ધ કહેવાય. તેવું કોઈ બંધન કે બંધનવાળો બદ્ધ પારમાર્થિક સત્યમાં હોઈ શકે નહીં. આમ, જો સ્પષ્ટ થાય કે આત્મામાં બંધન નથી, તો તો નિઃસંદેહ સત્ય તો એ જ છે કે આત્મવિત થયેલાને, બ્રહ્મીભૂત થયેલી વિભૂતિને ન હોય દેશ-કાળરૂપી શરીરનું બંધન કે ન હોય કર્તાભાવરૂપી જીવનું બંધન. તેથી તેવી જીવન્મુક્ત વિભૂતિ, બદ્ધ તો ન જ હોઈ શકે અને જો તે બદ્ધ નથી તો તેને મુક્તિની અપેક્ષા કેવી? કે મોક્ષની આકાંક્ષા ક્યાં? તે જ ન્યાયે તે મુમુક્ષુ કે મુક્ત પણ થઈ શકે નહીં. કારણ કે આત્મા કે બ્રહ્મસ્વરૂપે તેવો જ્ઞાની નિત્યમુક્ત છે, તો સાધક બની સાધના કરે શેના માટે? કે મુમુક્ષુ થઈ મેળવે શું? નિત્યમુક્ત આત્મસ્વરૂપે રહેનારને બંધન