Book Title: Vivek Chudamani
Author(s): Tadrupanand Swami
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 847
________________ ૮૩૦ સુરક્ષા માટે અને તેમના નાશવાન વ્યવહા૨નો તાત્કાલિક ભંગ ન થાય તે માટે તેમને સૃષ્ટિની ઉત્પત્તિનો, શરીરના જન્મનો તથા જીવની ગતિનો બોધ, વ્યાવહારિક સત્યના દૃષ્ટિકોણથી આપવામાં આવે છે. સંસારનો વ્યવહાર અને જીવનનો આચાર ટકાવી રાખવા માટે જ જન્મેલાં દેહાદિને ખોટેખોટાં નામ કે સંજ્ઞાઓ આપી ભેદ ઊભો કરવામાં આવે છે. વાસ્તવમાં અનેક શરીરો કે તેમના આકારો કંઈ સત્ય હોતાં નથી છતાં વ્યવહાર ચલાવવા માટે અને એકબીજાને અન્યોન્યથી જુદાં ઓળખવા માટે ૨મણ, મગન, છગન જેવા જે નામ અપાય છે, તે નામો વ્યાવહારિક સત્યના દૃષ્ટિકોણથી ભલે સત્ય હોય છતાં પારમાર્થિક સત્યમાં તો આત્માને નથી નામ કે સંજ્ઞા. નથી કોઈ આકાર કે ઊંચ-નીચ યોનિ. છતાં વ્યવહાર સાચવવા અને ચલાવવા માટે આવા નામ અને ઉપાધિ સત્ય માનવામાં આવે છે. તેથી તેવા સત્યને વ્યાવહારિક સત્ય કહે છે. જો જુદાં શરીર ઉપરના આરોપિત નામને વ્યવહા૨માં પણ સત્ય ન માનીએ, તો ૨મણના ખાતામાંથી મગન પૈસા લઈ જાય અને છગનની કંકોત્રીમાં જે તારીખે લગ્ન થવાનું હોય તે માંડવામાં ‘ડાહ્યો' પરણવા બેસી જાય, તેવો વ્યાવહારિક દોષ ઊભો ન થાય તે માટે, જે આત્મા અનામી અને નિરાકાર છે તેનો પણ મનુષ્યાકાર અને નામ કલ્પેલાં છે. એટલું જ નહીં, પરંતુ વ્યવહારની આચારશુદ્ધિ માટે તેને સાચાં માની વ્યવહા૨ ક૨વો પડે છે. માટે જ શરીરાદિના જન્મ-નાશ, નામ અને આકા૨, વર્ણ અને આશ્રમ અને તેના ધર્મો વ્યાવહારિક સત્યના દૃષ્ટિકોણથી સ્વીકારવામાં આવે છે. છતાં, પારમાર્થિક સત્યમાં તો તેમનું નામોનિશાન હોતું નથી. શાસ્ત્રોના પોથાં અને થોથાંના બળે વિદ્વાન બનેલા પંડિતો, કર્મઠો કે વેદિયાઓ, જેઓ સૂક્ષ્મ બુદ્ધિથી વંચિત છે તેઓ, કોઈ પણ પદાર્થની ઉત્પત્તિ થઈ નથી, તેવું સ્વીકારવામાં ભય પામે છે. એટલું જ નહીં પણ તેના સ્વીકારવામાં તેમને પોતાનો નાશ દેખાય છે. તેવા મંદાધિકારીઓને પોતાની ભ્રમણા કે અજ્ઞાનમાં સુખેથી થોડો સમય પસા૨ ક૨વા માટે શાસ્ત્રોએ

Loading...

Page Navigation
1 ... 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858