________________
૮૨૭
ક્યાં? કે તેના અવરોધની વાત કેવી? ઇન્દ્રિયો અને મન તો જગતના પ્રવાસમાં છે માટે તેમનો માર્ગ રૂંધી શકાય, તેમને થોભાવી શકાય, આગળ વધતાં અટકાવી શકાય, તેમના પ્રવાસમાં નિયંત્રિત કરવા નિરોધી શકાય, પરંતુ આત્મા કે બ્રહ્મમાં નથી ઇન્દ્રિયો કે મન, તો તેમની અટકાયત ક્યાં? કેવી રીતે? જે આત્મતત્ત્વ નિષ્ક્રિય છે, તેમાં નિરોધ શેનો? અને વિરોધ ક્યાં? આમ, કોઈ પણ દૃષ્ટિએ પારમાર્થિક સત્યમાં નિરોધ, અવરોધ, વિરોધ, પ્રલય કે નાશ સંભવી શકે તેમ નથી, કારણ કે આત્મતત્ત્વ તો એક અને અદ્વિતીય છે. ‘મેવાહિતીયમ્’ (છાંદોગ્ય ઉપ.- ૬-૨-૧) ઉપરાંત ‘સત્સં જ્ઞાનમનન્ત બ્રહ્મ । (તૈત્તિરીય શ્રુતિ-બ્રહ્માનંદવલ્લી-૧) ઉપરાંત બ્રહ્મ તો ‘સત્’ સ્વભાવવાળું અર્થાત્ શાશ્વત અસ્તિત્વવાળું છે. તેથી ‘સત્’ અસ્તિત્વવાળા બ્રહ્મ કે આત્માનો કદી અભાવ સંભવી શકે નહીં. તેથી જો તેમાં પ્રલય, નાશ કે ઉત્પત્તિ સ્વીકારવામાં આવે, તો તો આત્મા કે બ્રહ્મનો અભાવ સ્વીકા૨વો પડે. કા૨ણ કે નિરોધ, નાશ કે પ્રલય જેવી સ્થિતિ અભાવ સૂચવે છે અને તે જ પ્રમાણે ઉત્પત્તિ માનવામાં આવે તો પણ ઉત્પત્તિ પૂર્વે બ્રહ્મ કે આત્માનો અભાવ જ સ્વીકારવો પડે. પણ તત્ત્વાર્થે, પારમાર્થિક સત્ય જેવા આત્મા કે બ્રહ્મમાં નથી પ્રાગભાવ કે પ્રÜસભાવ. તેથી ન હોઈ શકે તેમાં નિરોધ કે ઉત્પત્તિ, જન્મ કે મૃત્યુ, પ્રાગટય કે પ્રલય કારણ કે જેમ ‘સત્’ સ્વરૂપવાળા આત્મામાં અભાવ શક્ય નથી તેમ અદ્વિતીય અને એક એવા પારમાર્થિક સત્યમાં કોનો ઉદય? અને કોનો અસ્ત? આમ વિચારતાં, જન્મ અને મૃત્યુ જેવા વિકારો ૫૨માર્થમાં હોઈ શકે નહીં. કારણ કે ઉત્પત્તિ અને નાશ જેવું દ્વૈત તો વ્યવહારમાં છે, સ્વપ્નમાં છે, અજ્ઞાનમાં છે. ૫૨માર્થમાં નથી દૈત, નથી જાગ્રતનો વ્યવહાર કે સ્વપ્નની કલ્પનાઓ. તેથી ઉત્પત્તિ અને નાશ જેવું દ્વૈત તો અદ્વિતીય બ્રહ્મમાં હોવાની કલ્પના પણ થઈ શકે તેમ નથી. જેવી રીતે દોરીમાં ભ્રાંતિકાળે દેખાતા સર્પને વાસ્તવમાં નથી હોતો નિરોધ કે નાશ, ઉત્પત્તિ કે જન્મ. તો સર્પના અધિષ્ઠાન જેવી દોરીમાં તો તેવી સ્થિતિ સંભવે જ કઈ રીતે? તે જ પ્રમાણે આત્મા કે બ્રહ્મ ઉપર આરોપિત શરીર કે સંસારમાં જ જો વાસ્તવિક વિનાશ કે ઉત્પત્તિ નથી તો પારમાર્થિક