Book Title: Vivek Chudamani
Author(s): Tadrupanand Swami
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 842
________________ ૮૨૫ વઃ જ મત રૂતિ = પ્રત્યય = અને “તે નથી' એવી પ્રતીતિ = આ બન્ને ગુડ ઇવ ગુખી = બુદ્ધિના જ ગુણ છે. न तु नित्यस्य वस्तुनः = (પણ) નિત્યવસ્તુ આત્માના નથી જ. (છંદ-અનુષ્ટ્રપ) अतस्तौ मायया क्लृप्तौ बन्धमोक्षौ न चात्मनि । निष्कले निष्क्रिये शान्ते. निरवद्ये निरञ्जने । अद्वितीये परे तत्त्वे व्योमवत् कल्पना कुतः ॥५७४॥ મતઃ તૌ તન્યમોશી = માટે બંધન અને મોક્ષ; બન્ને मायया क्लृप्तौ = માયાથી કલ્પિત છે. ने च आत्मनि = પણ આત્મામાં છે જ નહીં व्योमवत् = કારણ કે આકાશની જેમ નિત્તે નિષેિ = અવયવ વગરના, ક્રિયા વગરના, શાને નિરવધે અહિતી = શાંત, નિર્દોષ, અદ્વિતીય નિષ્ણને રે તત્ત્વ = નિર્લેપ પરમ તત્ત્વમાં (આત્મામાં) તઃ જ્યના = (આવી) કલ્પના ક્યાંથી સંભવે? કોઈ પણ વસ્તુમાં “ગતિ તિ” “તે છે” અને “ઃ ૨ ગતિ તિ” “તે નથી” અર્થાત્ જીવવસ્તુમાં બંધન છે અને આત્મવસ્તુમાં તે બંધન નથી, એવું અજ્ઞાનકાળે જણાયેલું. આ બન્ને પ્રકારની, બંધનના ભાવ અને અભાવની સમજણ કે જ્ઞાન, બુદ્ધિના ગુણ છે. તે કંઈ નિત્યવસ્તુ જેવા આત્માના ગુણ નથી. આત્મામાં તો બંધનના ભાવ કે અભાવ જેવું કે પછી આવાગમન જેવી કોઈ ક્રિયા હોઈ શકે નહીં. તેથી બંધન અને મોક્ષ માયાકલ્પિત છે, આત્મામાં તેની લેશ માત્ર કલ્પના સંભવી શકે નહીં. આત્મા આકાશવત અસંગી, નિર્લેપ, નિષ્ક્રિય, નિરવયવી, શાંત, નિર્દોષ, અદ્વિતીય પરમતત્ત્વ છે. તેથી તેવા પરમતત્ત્વમાં બંધન કે મોક્ષની કોઈ કલ્પના સંભવી શકે નહીં.

Loading...

Page Navigation
1 ... 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858