________________
૭૯૬
સરિત્ વારિકૃપાનમ્ = નદીઓના જળથી જળપાન કરે છે. સ્વાતંત્રયેળ નિરાશા સ્થિતિ: = સ્વતંત્રપણે અને નિરંકુશપણે
તેઓ રહે છે. મીઃ
= ભય રહિત થઈ स्मशाने वने निद्रा = સ્મશાનમાં કે જંગલમાં ઊંઘે છે. ક્ષાનનશોષતિ રહિત વસ્ત્રમ્ = ધોયા-સૂકવ્યા વગરનાં તેઓના ,
વસ્ત્રો હોય છે. दिक् वा अस्तु = અગર દિશાઓમાં તેમના વસ્ત્ર હોય છે. मही शय्या
= જમીન એમની શય્યા છે. નિનામાન્તવીથિષ સંખ્યાર: = વેદાંતરૂપી ગલીઓમાં તેઓનું હરવું
ફરવું હોય છે. परे ब्रह्मणि क्रीडा = તેમની ક્રીડા પરબ્રહ્મમાં હોય છે,
જીવન્મુક્ત જ્ઞાની આત્મવિસ્મરણમાં સંતાય છે અને આત્મસ્મરણમાં ક્રીડા કરવા જાગે છે. તેમનું ક્રીડાસ્થાન ક્ષણભંગુર, અલ્પજીવી વિષયો નહીં પરંતુ પરબ્રહ્મ જ હોય છે માટે નિત્ય નિરંતર ક્રિીડા કરતા વેદાંતરૂપી ગલીઓમાં તેઓનું આવાગમન રહે છે અને વેદાંતવાક્યો તેમનું આશ્રયસ્થાન બને છે. અનંત રત્નોથી પરિપૂર્ણ વસુન્ધરા જ તેઓની સુંવાળી શૈય્યા છે અને દિશાઓજ તેમના વસ્ત્ર છે, છતાં જેને ધોવા ન પડે કે સૂકવવાં ન પડે તેવા વલ્કલાદિ જેવાં વસ્ત્રો ધારણ કરવામાં તેમને કોઈ સંકોચ હોતો નથી. કારણ કે તત્ત્વા તો તેવા બ્રહ્મજ્ઞાનીઓ નથી પીતામ્બર કે શ્વેતાંબરધારી, નથી તેઓ દિગમ્બર કે પંચમહાભૂતોના દેહરૂપી વસ્ત્રો ધારણ કરનાર, પરંતુ નિત્ય નિરંતર ચૈતન્યરૂપી વસ્ત્રોથી લપેટાયેલા રહી, ચિદંબર થઈ, સર્વત્ર વિહાર કરતાં હોય છે. ભૌતિક વસ્ત્રો ને તેમને ઢાંકી શકે કે ન તો નગ્ન રાખી શકે. વસ્ત્રો તો ઉપાધિના અલંકારો છે અને બ્રહ્મજ્ઞાની તો નિરુપાધિક અને નિરાલંકૃત છે. આમ, જેને દેહરૂપી વસ્ત્ર નથી કે ભૌતિક વસ્ત્રોનો જેને સ્પર્શ નથી તેને શું લૂંટાઈ જવાનો ભય હોય? માટે તેવા સૌ