________________
સત્-આત્મા-ત્ત-વિજ્ઞાન-- જીવબ્રહ્મના ઐક્યજ્ઞાન દ્વારા ૫-વિધા-આાવિ−વર્ણળઃ = જેની અવિદ્યા વગેરે (અવિદ્યાજન્ય દેહ વગેરે) ઉપાધિ બળી ગઈ છે.
આનો
अमुष्य
ब्रह्मभूतत्वात्
વાળ:
उद्भवः
તઃ
=
૮૨૦
= બ્રહ્મભાવ થઈ ગયો હોવાથી
બ્રહ્મનો
=
= જન્મ
=
ક્યાંથી સંભવે?
જેવી રીતે દૂધમાં નાંખેલું દૂધ, તેલમાં નાંખેલું તેલ અને પાણીમાં નાંખેલું પાણી એક બીજામાં મળીને એકરૂપ થઈ જાય છે, તે જ પ્રમાણે આત્મજ્ઞાન દ્વારા આત્મવિત બનેલો મુનિ, આત્મામાં ઓતપ્રોત થઈને એકરૂપ જ બની જાય છે. અર્થાત્ આત્મજ્ઞાન દ્વારા ઉપાધિનું મિથ્યાત્વ જાણી, ઉપાધિભેદનો નાશ કરી, અનેક ઉપાધિઓમાં રહેલા અભેદ, અખંડ આત્મા સાથે સાક્ષાત્કાર કરીને અખંડ આત્મસ્વરૂપ જ થઈ જાય છે.
આવી રીતે અખંડ અસ્તિત્વરૂપે સ્થિત રહેવું, તે જ વિદેહ કૈવલ્યરૂપી મુક્તિ કહેવાય છે. કારણ કે જે પોતાને આત્મા તરીકે અપરોક્ષ રીતે જાણી અખંડ, અભેદ અસ્તિત્વ કે સત્સ્વરૂપે જ જાણે છે તેનું દેહતાદાત્મ્ય જીવતાં જ છૂટી જાય છે અને તેથી, તેવો જ્ઞાની વિદેહકૈવલ્યને જીવતાં જ પ્રાપ્ત થયો છે તેવું કહેવામાં લેશમાત્ર અતિશયોક્તિ નથી. આમ, જીવતાં જ બ્રહ્મભાવને પામીને તેવો યતિ કે સંન્યાસી સંસારમાં પુનર્જન્મ લઈ મનુષ્યદેહે કે ઇતરયોનિ દ્વારા અવતરતો નથી માટે જ તે ભવસાગર તરી ચૂક્યો છે અને જે પરમપદમાંથી પાછા ફરવાનો રસ્તો નથી તેવા પરમપદને પામી ચૂક્યો છે. આમ હોવાથી જીવન્મુક્તને પણ પુનર્જન્મ નથી અને ન જ હોઈ શકે. કારણ કે એકવાર જે પોતાને બ્રહ્મરૂપે જાણે તે અજન્મા થયેલો પુનઃ અવતરે કે જન્મે કઈ રીતે? અર્થાત્ જે કોઈ જીવન્મુક્ત છે તેણે તો જીવતાં જ જ્ઞાનરૂપી અગ્નિમાં, શરીરને સ્પર્શ કર્યા વિના બાળી નાંખ્યું છે, અર્થાત્