Book Title: Vivek Chudamani
Author(s): Tadrupanand Swami
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 835
________________ ૮૧૮ ‘પ્રજ્ઞાનધન' જેવા લક્ષણ દ્વારા આત્માની સત્યતાનું સૂચન ક૨વામાં આવે છે, જ્યારે ઉપાધિ દ્વા૨ા કલ્પિત સમગ્ર અસત પદાર્થો વિનાશી છે એવું પણ કહેવામાં આવે છે. આમ, આત્મા લક્ષણ, વ્યાખ્યા, લિંગ, ચિહ્ન આદિથી વિલક્ષણ તથા વાચાતીત હોવા છતાં જો શબ્દ કે ભાષાના માધ્યમથી જ તેનું સૂચન કરવું હોય તો માત્ર એક જ શબ્દ પર્યાપ્ત છે અને તે ‘પ્રજ્ઞાનધન’. આ શબ્દ જ આત્માનું વિલક્ષણ લક્ષણ સૂચવી આત્માનું જ્ઞાનસ્વરૂપ પ્રગટ કરે છે. ‘અવિનાશી વા રે ગ બાત્મા કૃતિ શ્રુતિઃ ।' “અરે ! આ આત્મા અવિનાશી છે.” એવો શ્રુતિસંદેશ વાસ્તવમાં તો એવું સૂચવે છે કે આત્માથી અન્ય જે કંઈ વિકારવાળું અર્થાત્ પરિવર્તનશીલ છે તેનો નિશ્ચિત નાશ છે અને આત્મા તો અવિકારી હોવાથી નિર્વિવાદ અવિનાશી છે. જેવી રીતે પથ્થર, ઝાડ, ઘાસ, અનાજ, ભૂસું, વસ્ત્ર આદિ બળીને રાખ થઈ જાય છે, તેવી જ રીતે દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, મન વગેરે જે જે દૃશ્ય છે તે સર્વ જ્ઞાનરૂપી અગ્નિમાં બળીને પરમાત્મારૂપ બની જાય છે. તેવા કથનથી તત્ત્વાર્થ તો એવો જ લેવાનો કે જ્ઞાનમાં દૃશ્ય પદાર્થો મિથ્યા હોવાથી તેમનો બાધ થાય છે અને માત્ર પરમાત્મા જ અવશેષ રહે છે. અગર જ્ઞાનરૂપી અગ્નિમાં ભેદ અને દ્વૈત નિવૃત્ત થવાથી સર્વ કાંઈ અભેદ પરમાત્મભાવે જણાય છે. તાત્પર્યમાં, જેવી રીતે સૂર્યનો ઉદય થતાં તેના પ્રકાશમાં પ્રકાશથી વિરુદ્ધ ધર્મવાળું અંધારું પ્રકાશમાં લીન થઈ જાય છે, તેવી જ રીતે સકળ દૃશ્ય જગત તેનાથી વિરુદ્ધધર્મી અદૃશ્ય અને અવ્યક્ત બ્રહ્મમાં આત્યંતિક રીતે વિલીન થઈ જાય છે. તે જ પ્રમાણે જેમ ઘડો નષ્ટ થતાં ઘટસ્થ ઘટાકાશ મહાકાશમાં વિલીન થઈ, મહાકાશ જ બની જાય છે તેમ શ૨ી૨સ્થ જીવાત્મા આત્મજ્ઞાન પ્રાપ્ત કરી જ્ઞાનરૂપી અગ્નિથી શરીરરૂપી ઘડાનો બાધરૂપી નાશ કરે છે ત્યા૨ે ઘટાકાશવત જીવ પોતે જ પોતાની મેળે બ્રહ્મસ્વરૂપ થઈ જાય છે.

Loading...

Page Navigation
1 ... 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858