Book Title: Vivek Chudamani
Author(s): Tadrupanand Swami
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 831
________________ ૮૧૪ आनन्दाकृतेः = આનંદરૂપ સ્વસ્થ ગાત્મનઃ = પોતાના આત્માનો न एव = (નાશ) થતો નથી.' a us: વૃક્ષવત્ ગતિ = પરંતુ આ (આત્મા) વૃક્ષની જેમ (નિત્ય અડગ) રહે છે. જીવન્મુક્ત જ્ઞાનીએ જીવતાં જ ચૈતન્યરૂપી અગ્નિ દ્વારા શરીરનો અગ્નિસંસ્કાર કરી નાંખ્યો છે. તેથી શરીરનું તેને માટે ચપટી ભસ્મથી વધુ કંઈ મહત્ત્વ નથી. તેથી જ ઝાડના પરિપક્વ થઈ સૂકાઈ ગયેલાં પાંદડાને વૃક્ષથી ખરી પડ્યાં બાદ તે ઊડીને કયા દેશમાં કે સ્થળમાં પડે છે અગર કયા સમયે ખરે છે, તેનું મહત્ત્વ હોતું નથી. તેમ જ્ઞાનીને પણ શરીર ખરી. પડેલાં પાંદડાં જેવું જણાય છે. તેથી જેમ ઝાડનું પાંદડું ગંદી ગટર કે નાળામાં પડે, અગર ગંગા કે નર્મદા જેવી પવિત્ર નદીમાં પડે, અગર ઊડતું ઊડતું કોઈ શિવાલય ઉપર જઈ ચઢે કે યજ્ઞની વેદીમાં પડે, તેથી પડેલાં પાંદડાંને કે વૃક્ષને નથી કોઈ લાભ કે નથી કોઈ હાનિ, નથી કંઈ પવિત્ર કે અપવિત્ર, . અગર શુભ અને અશુભ જેવું કંઈ જ હોતું નથી. તેવી જ રીતે, બ્રહ્મીભૂત , થયેલા જ્ઞાનીનું શરીર પણ અમાવસ્યાને દિવસે શાંત થાય કે છૂટી જાય અગર પૂર્ણિમાને દિવસે બ્રહ્મમુહૂર્તમાં છૂટે તેથી બ્રહ્મીભૂતને કોઈ લેવા દેવા નથી કે શુભ-અશુભ કાળની ગણત્રી તેને માટે લેશ માત્ર મહત્ત્વની નથી. તે જ પ્રમાણે પૂર્વે જે શરીરને તે જ્ઞાનમાં બાળી ચૂક્યો છે તે કાશી જેવા પવિત્ર ધામમાં કે ગંગા તટે હરદ્વારમાં ખરી પડેઅગર વેરાન જંગલમાં વિહાર કરતાં નિર્જન સ્થળે શાંત થાય, છતાં તેવા કોઈ દેશ-કાળની અસર જ્ઞાનીને થતી નથી. કારણ કે જેનું પૂર્વે પતન થયેલું જ છે તે પુનઃ જ્યારે પડવું હોય અને જ્યાં પડવું હોય ત્યાં ભલે પાંદડા જેમ ખરી પડે, તેથી ચૈતન્યના વટવૃક્ષ જેવાં જ્ઞાનીને કોઈ રાગ-દ્વેષ કે લાભ-હાનિ હોઈ શકે નહીં. જ્ઞાનીને નિર્વિવાદ સ્પષ્ટ છે કે જેવી રીતે વૃક્ષના પાંદડા, પુષ્પ તથા ફળ ખરી પડયા બાદ નષ્ટ થાય છે, તે જ પ્રમાણે દેહ, ઇન્દ્રિય, પ્રાણ

Loading...

Page Navigation
1 ... 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858