________________
તથા બુદ્ધિ આદિનો પણ અંતે તો દેશ અને કાળમાં વિનાશ જ થાય છે. પરંતુ, તે સૌના અધિષ્ઠાન સત અને આનંદસ્વરૂપ એવા પોતાના આત્માનો વૃક્ષની જેમ કદી નાશ થતો નથી. અને લેશમાત્ર વિક્ષેપ કે શોક વિના પાંદડા ખરી પડવાં છતાં વૃક્ષ જેમ અચળ કે નિશ્ચળ રહે છે તેમ આત્મસ્વરૂપે હું, દેહ અને ઇન્દ્રિય આદિના ખરી પડવાથી લેશમાત્ર ક્ષુબ્ધ કે વિક્ષિપ્ત તો થતો જ નથી પરંતુ નિત્ય, અડગ અને અવિચળ રહું છું.
આ પ્રમાણે હંમેશા સતસ્વરૂપ બ્રહ્મમાં સદૈવ પરિપૂર્ણ તથા અદ્વિતીય આનંદસ્વરૂપમાં રહેતા મહાત્માને ચામડી, માંસ અને મળમૂત્રના પિંડ જેવાં શરીરનો ત્યાગ કરવા માટે કોઈ પણ યોગ્ય દેશ કે કાળ વગેરેની પ્રતીક્ષા કરવાની આવશ્યકતા હોતી નથી. કારણ કે હૃદયની અજ્ઞાનરૂપી ગ્રંથિ છૂટી જવાથી જ અગર અવિધારૂપી હૃદયગ્રંથિનું ભેદન થવાથી જ મુક્તિ કે મોક્ષ સંભવે છે. એવી મુક્તિ કે મોક્ષ તો બ્રહ્મીભૂત થયેલા જ્ઞાનીને નિત્ય પ્રાપ્ત જ છે. મુક્તિ કે મોક્ષ કંઈ શ૨ી૨ના ત્યાગમાં સમાયેલો નથી કે શરીરને શુભમુહૂર્તમાં કે પવિત્ર સ્થળમાં શાંત થવું પડે. તે જ પ્રમાણે દંડ અને કમંડળના ત્યાગમાં પણ મોક્ષ નથી. વાસ્તવમાં તો તમામ ભૌતિક વસ્તુ પદાર્થો કે વિષયોનો ત્યાગ તો સ્વપ્નના ત્યજાયેલા પદાર્થો અને પાત્રો જેવો જ ભ્રામક છે. માટે મેં ત્યાગ કર્યો છે એવા અભિમાનનો ત્યાગ જ વાસ્તવિક ત્યાગ છે. અભિમાન ત્યાગીને તેવા ત્યાગનું વિસ્મરણ થવું એ જ સાચી આત્મસ્મરણરૂપી નિત્યમુક્તિ છે.
૮૧૫
(છંદ-અનુષ્ટુપ)
प्रज्ञानघन इत्यात्मलक्षणं सत्यसूचकम् । अनूद्यौपाधिकस्यैव कथयन्ति विनाशनम् ॥५६२॥
प्रज्ञानघनः
इति
आत्मलक्षणम्
- ‘પ્રજ્ઞાનઘન’ (આત્મા જ્ઞાનસ્વરૂપ છે)
એવું
આત્માનું લક્ષણ
=
=