Book Title: Vivek Chudamani
Author(s): Tadrupanand Swami
Publisher: Manan Abhyas Mandal

Previous | Next

Page 828
________________ હે શિષ્ય! સદા સ્મરણ રાખજે કે જે કોઈ સગુણ અને સાકારને લક્ષ્ય બનાવે છે અને નિર્ગુણ નિરાકા૨ને અલક્ષ્ય તરીકે જાણે છે અને અંતે લક્ષ્ય અને અલક્ષ્ય જેવી દષ્ટિનો ત્યાગ કરીને અર્થાત્ લક્ષ્ય કે અલક્ષ્ય, સાકાર કે નિરાકા૨, સગુણ કે નિર્ગુણ, શેય કે અજ્ઞેય જેવી સાપેક્ષ દૃષ્ટિનો ત્યાગ કરીને માત્ર નિરપેક્ષ આત્મારૂપે જ પોતાને જાણે છે અને એવા નિરપેક્ષ સત્યમાં સ્થિત થઈ જીવન જીવે છે તે જ બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ હોવાથી સાક્ષાત્ શિવ કહેવાય છે. ૮૧૧ આવો સર્વોત્કૃષ્ટ બ્રહ્મજ્ઞાની, તેના જીવનકાળમાં શ૨ી૨ના નાશ પૂર્વે જ નિત્ય મુક્તિ પ્રાપ્ત કરી જીવન્મુક્ત કહેવાય છે અને તે જ કૃતકૃત્ય છે. પૂર્વે કહેવાઈ ગયું તેમ તેવો જીવન્મુક્ત તો સાપની કાંચળી જેમ શ૨ી૨રૂપી ઉપાધિને ત્યાગી બ્રહ્મીભૂત થયેલો હોય છે. માટે જ તેવા અસંગ, નિર્લેપ, નિરપેક્ષ બ્રહ્મે પંચમહાભૂતના વસ્ત્રો પહેર્યાં હોય કે તે દિગંબર હોય, અગર તે પીતાંબરધારી હોય કે શ્વેતાંબર હોય, તેના બ્રહ્મભાવમાં લેશમાત્ર ફરક પડતો નથી. જેવી રીતે કોઈ અભિનેતાએ નાટકમાં સંન્યાસીની વેશભૂષા ધા૨ણ કરી હોય કે ભયાનક લૂંટારાના વેશમાં જણાતો હોય છતાં વાસ્તવમાં તો તે અભિનેતા જ છે. તેને વેશભૂષા સાથે કે સંન્યાસી અગર લૂંટારાના પાત્ર સાથે નિસ્બત હોતી નથી. તે જ પ્રમાણે બ્રહ્મીભૂત થયેલો જીવન્મુક્ત ઉપાધિરૂપી વેશભૂષા ધારણ કરે કે ત્યાગે તેથી કંઈ તેના નિર્વિશેષ બ્રહ્મસ્વરૂપમાં ફેર પડતો નથી. ઉપાધિને ધારણ કરતાં પૂર્વે પણ તે બ્રહ્મ છે, ઉપાધિ સાથે પણ બ્રહ્મ છે અને ઉપાધિનો નાશ થતાં પણ બ્રહ્મ જ છે. (છંદ-ઉદ્દ્ગીતિ) यत्र क्वापि विशीर्णं पर्णमिव तरोर्वपुः पतनात् । ब्रह्मीभूतस्य यतेः प्रागेव हि तच्चिदाग्निना दग्धम् ॥५५७॥ यत्र क्वापि पतनात् तरोः विशीर्णं पर्णं इव ગમે ત્યાં ખરી પડેલાં = ઝાડના પાંદડાંની જેમ =

Loading...

Page Navigation
1 ... 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858