________________
(છંદ-અનુષ્ટુપ)
शैलूषो वेषसद्भावाभावयोश्च यथा पुमान् । तथैव ब्रह्मविच्छ्रेष्ठः सदा ब्रह्मैव नापरः ॥ ५५६ ॥
यथा शैलूषः
જેમ નટ
વેબસવૂમાવ-ગમાવયો: 7 = વેષ પહેર્યો હોય કે પહેર્યો ન હોય તો પણ
पुमान्
तथैव
श्रेष्ठः ब्रह्मवित्
न अपरः
सदा ब्रह्म एव
=
=
૮૧૦
=
=
તે માણસ જ છે.
તેવી જ રીતે
શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની
..
(ઉપાધિયુક્ત હોય કે ઉપાધિ વગર હોય)
= અન્ય કંઈ નહીં (પણ)
= સદા બ્રહ્મ જ છે
બ્રહ્મવેત્તા સ્વાત્માનંદરૂપી અમૃતના પાન દ્વારા આનંદમાં ઘનીભૂત થઈ ઉન્મત્ત ચિત્તવાળો બને છે અર્થાત્ આનંદઘન થઈ સાક્ષીભાવે જીવનવ્યવહાર ચલાવે છે અને માટે જ ઇન્દ્રિયોને પ્રયત્નપૂર્વક તેમના વિષયોમાં જવા તે પ્રેરણા આપતો નથી. તે જ પ્રમાણે ઇન્દ્રિયો પોતાના સ્વભાવ દ્વારા વિષયો તરફ ગમન કરતી હોય તો પ્રયત્ન કરી ઇન્દ્રિયોને રોકતો પણ નથી. કા૨ણ કે ઇન્દ્રિયભોગમાં ન તો તેને દ્વેષ છે કે ઇન્દ્રિયભોગ માટે ન તો તેને રાગ છે તેથી જ ઇન્દ્રિયોને વિષયભોગ માટે તે જોડતો પણ નથી. બ્રહ્મવિતનું કર્મ પ્રત્યે પણ નિષ્પક્ષ વલણ છે, ન તો તેને નિષ્કામ કર્મમાં રાગ છે કે ન તો સકામ માટે દ્વેષ છે કારણ કે જ્ઞાની તો કર્મ, કર્મફળ અને કર્તાનો સાક્ષી છે. તેથી તેનો સમગ્ર જીવનવ્યવહાર સાક્ષીભાવે ચાલ્યા કરે છે. પરંતુ તે વ્યવહા૨નો નિષ્પક્ષ મૂક સાક્ષી બનવામાં તેને વાંધો પણ હોતો નથી તેથી ઇન્દ્રિયોને જેમ કરવું હોય તેમ કરવા દે છે પણ પોતે ઇન્દ્રિયોના ભોગમાં કે અવયવના કર્મમાં લેપાતો નથી.