________________
COC
સુખદુઃખનો તેને સાથ કે સંગાથ નથી. તે શરીરના અભિમાનથી મુક્ત થયેલો હોઈ, શરીરને તેના પ્રારબ્ધયોગે જે કંઈ ભોગો મળે છે તેનો તિરસ્કાર પણ કરતો નથી અને જે કંઈ ભોગોનો કે પદાર્થોનો અભાવ સર્જાય છે તેની અપેક્ષા પણ રાખતો નથી અને સાક્ષીભાવે તર્કવિતર્કશૂન્ય થઈ પોતાના આત્મસ્વરૂપમાં સંતુષ્ટ રહી પ્રતિક્રિયા રહિત બનીને, ચક્રના ખીલા જેમ અચળ રહી શરીરની ગતિને જોયા કરે છે. શરીરને ફાવે ત્યાં ફરવા દે છે પણ પોતે અફર રહે છે. શરીરના આવાગમનમાં વિઘ્ન ઊભા કરતો નથી પરંતુ પોતે આવજા કર્યા વિના શરીરનું અધિષ્ઠાન કે આધાર થઈ અવિચળ રીતે પોતાના સ્વરૂપમાં અપરિવર્તનશીલ રહે છે.
(છંદ-વસંતતિલકા) नैवेन्द्रियाणि विषयेषु नियुक्त एष
नैवोपयुक्त उपदर्शनलक्षणस्थः । नैव क्रियाफलमपीषदपेक्षते सः
स्वानन्दसान्द्ररसपानसुमत्तचित्तः ॥५५३॥ ઉષ: સ્વાનન્દ-સારસપાનસુમત્ત-વિજ્ઞ: = આ (બ્રહ્મવેત્તા) સ્વાત્માનંદરૂપી
અમૃતના રસપાન દ્વારા આનંદમાં ઘનીભૂત થઈ, ઉન્મત્ત ચિત્તવાળો
થયેલો, આ उपदर्शनलक्षणस्थः
= ઉપદ્રષ્ટા (સાક્ષી) જેવા
લક્ષણોવાળો ક્રિયાળ વિવુ વ નિયુક્લે - ઇન્દ્રિયોને વિષયોમાં જોડતો
નથી (તેમજ) न एव उपयुक्ते
= તેમને (ઇન્દ્રિયોને) વિષયોથી
રોકતો પણ નથી. ईषत् अपि
= વળી તે જરા પણ