________________
असमः अपि समदर्शनः
=
૮૦૧
સર્વત્ર (જેના સમાન કોઈ નથી તેવો) અસમાન છે. છતાં સમાનદૃષ્ટિવાળો (થઈને વિચરતો હોય છે.)
આત્મજ્ઞાની પૂર્વે જણાવ્યું છે તેમ કોઈ બંધની નહેર જેમ નિયંત્રિત થઈને વિહાર કે વર્તન કરતો નથી. પરંતુ સ્વચ્છંદી, સ્વતંત્ર સરિતાની જેમ ફાવે ત્યાં કૂદતો, દોડતો થોભ્યા વગર ચાલ્યો જાય છે પછી તેને પોતાના પંથમાં સરિતા જેમ નથી કોઈ વિઘ્નોની ચિંતા કે નથી કોઈ નિયંત્રણની પરવા. ઇચ્છે તો સરિતા જેમ જળપ્રપાત થઈ પડે છે અને ધારે તો કોઈ એકાંત સ્થળમાં સરોવર જેમ સ્થિર થાય છે અને પુનઃ એકાંતથી ઉત્થાન પામી ચાલવા લાગે છે. આમ, સર્વત્ર વિહાર કરતો, સ્વતંત્રતાપૂર્વક આહાર, વિહાર અને વિચાર કરતો વિચરણ કર્યા કરે છે છતાં પોતાના આત્મસ્વરૂપમાં સંતુષ્ટ અને સ્થિત હોવાથી પોતાની ઉપાધિની પ્રતિષ્ઠા, માનહાનિ વગેરેની લેશમાત્ર સરિતા જેમ પરવા કરતો નથી. માટે જ ફાવે તેવું વર્તન કરે, ફાવે તેવાં વસ્ત્રો ધારણ કરે કે ન કરે, ચીંથરેહાલ પણ દેખાય અને મહારાજાધિરાજ જેવો વૈભવી પણ જણાય. પોતાની સહજ પ્રગટેલી જ્ઞાનજ્યોતિ દ્વારા પ્રતિષ્ઠા અને આદરને પાત્ર પણ બને છે. નિત્ય પ્રવૃત્તિશીલ પણ જણાય અગર અજગર જેમ નિષ્ક્રિય થઈ શરીરને પ્રારબ્ધને હવાલે ક૨ી, શરીરની ભૂખ–તરસની ચિંતા છોડી, પ્રમાદીઓના સ૨દા૨ જેવો મહામૂઢ પણ જણાય. તે સરિતાની જેમ પોતાના સ્વભાવમાં અચળ રહી નામ-રૂપની ચિંતાથી વિમુક્ત થાય છે અને અભયતાથી સ્વચ્છંદતાપૂર્વક વર્તે છે. સરિતાને સાગરમાં ભળી જવાથી નામરૂપની ચિંતા હોતી નથી તેમ જ્ઞાની તો જીવતા જ ચૈતન્યસાગ૨માં કૂદી ઉપાધિના સર્વ ધર્મો ત્યાગી ચૂક્યો છે તેથી તે તો નામ-રૂપ, પ્રતિષ્ઠા કે નિંદા જેવા ધર્મોથી નિશ્ચિંત બન્યો હોય, તેમાં તો લેશમાત્ર આશ્ચર્ય નથી.
જીવન્મુક્ત બ્રહ્મવેત્તા નિર્ધન હોવા છતાં પોતે પોતાનામાં સંતુષ્ટ હોય છે અને તે જ તેની સાચી સમૃદ્ધિ છે. મોટા ભાગે લોકો ધનવાન હોવા