________________
પરખ મેળવવી મુશ્કેલ છે અને તેનું જ્ઞાન જાણવું તે તો અતિવિકટ અને દુષ્કર કાર્ય છે. માટે મુમુક્ષુએ તેવા આત્મઘાતી પ્રયાસથી સદાય દૂર રહેવું જોઈએ તથા ભ્રમર જેમ ગુણગ્રાહી થવામાં જ જીવનની સાર્થકતા સમજવી જોઈએ. કા૨ણ કે બાહ્ય આચાર, વર્તન કે વાણીના માપદંડ દ્વારા જો જ્ઞાનીને ખોળવા નીકળીશું તો જાતે જ ગુમનામ થવાશે અને ભ્રાંતિના વમળમાં ડૂબકાં ખાતાં રહીશું છતાં પણ ન તો જ્ઞાનીનો પરિચય થશે કે ન તેની જ્ઞાનદૃષ્ટિના કૃપાપાત્ર થઈ શકાશે. કોઈ વા૨ જ્ઞાની દિગંબરરૂપે દેખા દેશે, તો કોઈ વા૨ વસ્ત્રો પરિધાન કરેલો જોવા મળશે. કોઈ વાર મૃગચર્મ આદિથી અલંકૃત જણાતો, વાચાળ જણાશે તો કોઈ વાર ઉન્મત્ત અવસ્થામાં મૂઢ જેમ મૂંગો દેખાશે. પોતાની સ્વતંત્રતામાં ઇચ્છે તેમ વિહાર કરતો, પિશાચવત કે ભૂત, પ્રેત જેવો દેખાશે, તો કોઈ વાર બાળક જેમ નિખાલસ વર્તતો જણાશે. આમ, જ્ઞાનીના વ્યક્ત થયેલા કોઈ વિશેષ લક્ષણો કે ચિહ્નો હોતાં નથી. તેથી જ્ઞાનીને વિશેષણો, લક્ષણો કે વ્યાખ્યામાં બાંધી શકાય નહિ.
(છંદ-અનુષ્ટુપ)
कामान्नी कामरूपी सञ्चरत्येकचरो मुनिः । स्वात्मनैव सदा तुष्टः स्वयं सर्वात्मना स्थितः ॥५४२॥
स्वयं स्वात्मना एव सदा तुष्टः પોતે પોતાના આત્મામાં જ
સદા સંતુષ્ટ (અને)
સર્વરૂપ સ્થિત
મુનિ
सर्वात्मना स्थितः
मुनिः
कामान्नी
कामरूपी
एकचरः
संचरति
.
=
=
=
=
=
-2-2
=
=
ઇચ્છાનુસાર ભોજન કરતો
મનમાન્યું રૂપ ધારણ કરતો
એકલો
વિહાર કરે છે.