________________
૮૦૪
तद्वत्
रविः अग्रस्तः अपि = સૂર્ય (રાહુથી) ગળાયેલ
ન હોવા છતાં तमसा ग्रस्तवत् भानात् = અંધારાને લીધે ગળાયેલા જેવો
જણાયાથી નને પાજ્યા ગ્રસ્ત તિ વ્યd = લોકો ભ્રાંતિથી કહે છે કે
(સૂર્ય રાહુથી) ગ્રસ્ત થયો છે.”
= તેવી રીતે મૂકા:
= (અજ્ઞાની) મૂઢ લોકો शरीराभासदर्शनात्
= (બ્રહ્મજ્ઞાનીના) આભાસમાત્ર
છે. શરીરને જોઈને देहादि-बन्धेभ्यः विमुक्तम् = દેહાદિ બંધનોથી છૂટી ગયેલા ब्रह्मवित्तमम्
= ઉત્તમ બ્રહ્મજ્ઞાનીને . देहिवत् पश्यन्ति
= દેહધારી જેવો સમજે છે. - બ્રહ્મજ્ઞાની કાર્ય કરે છે છતાં કર્મ, ફળ કે કર્તા-ભોક્તાને સ્પર્શ કરતો નથી. એક સ્થળે રહેતો હોય તેવું લાગે છે છતાં આત્મભાવે સર્વદેશીય હોઈ, સર્વ સમયે સર્વ દેશમાં હાજરાહજૂર હોય છે. શુભ-અશુભ આદિ કોઈ પણ કંઠનો તેને સંગ નથી અને તે જ ન્યાયે સ્થૂળ-સૂક્ષ્મ જેવા શરીરો સાથે પણ તેને લેશમાત્ર સંબંધ નથી, તો દેહના બંધનથી સગપણ ક્યાં અને ભ્રાંતિરૂપી દેહના બંધનથી છૂટવા પ્રયત્ન કેવો? આમ, વાસ્તવિકતામાં તો જ્ઞાની નિત્યમુક્ત જ છે. છતાં જ્ઞાનીની નિત્યમુક્તિથી અન્નેય અને અજ્ઞાત મૂઢજનો જેમ સૂર્યને રાહુથી ગળાયેલો કે ગ્રસિત માને છે તેમ જ્ઞાનીના શરીરને અને તેના બાહ્ય વર્તનનું અવલોકન કરીને તેને સંસારબંધનથી બંધાયેલો કે દેહાદિની આસક્તિથી જકડાયેલો સામાન્ય દેહધારી મનુષ્ય જ માને છે. કારણ કે તેવા અલ્પમતિવાળા અવિવેકી પોતાનું નિરીક્ષણ કરી, પોતાના જેવા જ અન્યને માને છે. જે મૂઢમતિવાળા પોતાને શરીરધારી નહીં, પરંતુ સાક્ષાત્ શરીર સમજે તેમજ પોતાને સંસારબંધનથી બદ્ધ માને અને દેહના આકારમાં કેદ