________________
पुनः इदं वचः आह
=
=
७८०
ફરીથી
આ વચન બોલ્યા.
અંતિમ ઉપદેશ
શિષ્યની શ્રદ્ધાયુક્ત સત્યાનુભૂતિ દ્વારા સંતૃપ્ત થયેલા સદ્ગુરુ, પોતાના ચરણમાં ઝુકેલા, નમ્રતાની મૂર્તિ જેવા, સમર્પિત શિષ્યને નિહાળતા રહ્યા અને હર્ષોન્માદ દ્વારા મનોમન ગર્વ અનુભવવા લાગ્યા કે સંદેહમુક્ત અને શ્રદ્ધાયુક્ત થયેલો કોઈ પણ સતશિષ્ય થાય, શરણાગતિ સ્વીકારે, તો અવશ્ય આત્માનંદરૂપી સુખ મુજ સમક્ષ ઊભેલા શિષ્યની જેમ પ્રાપ્ત કરી શકે. મુજ શિષ્યને તત્ત્વબોધના ઉત્તમ શિખર ઉપર ઊભેલો જોઉં છું છતાં, તેની પ્રણામ કરતી મુખમુદ્રા આનંદથી મારા હૃદયને છલકાવી દે છે. તે શિષ્ય મારી અંતિમ વિદાય લે તે પૂર્વે મારે તેને જીવનના અમૂલ્ય સંકેતસૂત્રો પ્રદાન કરવા જ જોઈએ. એવું વિચારી સદ્ગુરુએ સંકેતસૂત્રોની વર્ષાનો પ્રારંભ કર્યો. આવી અંતિમ ઉપદેશવર્ષા જ ગ્રંથોનો ઉપસંહાર જણાય છે. પરંપરાગત શિક્ષણપ્રણાલિકાના અલિખિત આલેખ મુજબ, જેનો ઉપક્રમ ક૨વામાં આવ્યો હોય તેનો ઉપસંહાર થવો આવશ્યક છે અને તેમાં જ શાસ્ત્રની સૂત્રબદ્ધતાના · દર્શન થાય છે. આમ, હવે પછીના પંચાવન શ્લોક દ્વારા શિષ્યને સદ્ગુરુ અંતિમ ઉપદેશની અમીવર્ષાથી તરબતર કરતા હોય અને પોતે જીવનસાર્થક્યની સંતૃપ્તિનો સાક્ષીભાવે આસ્વાદ લેતા હોય તેવું જણાય છે.
(છંદ-શાર્દૂલવિક્રીડિત)
ब्रह्मप्रत्ययसन्ततिर्जगदतो ब्रह्मैव सत् सर्वतः पश्याध्यात्मदृशा प्रशान्तमनसा सर्वास्ववस्थाष्वपि । रूपादन्यदवेक्षितुं किमभितश्चक्षुष्मतां विद्यते तद्वद् ब्रह्मविदः सतः किमपरं बुद्धेर्विहारास्पदम् ॥ ५२२॥ સર્વાનુ વ્યવસ્થાનુ ગપિ = (હે શિષ્ય) તું બધી જ અવસ્થાઓમાં · અતિ શાંત મનથી (અને)
प्रशान्तमनसा
=