________________
७७८
નમ:
(છંદ-અનુષ્ટ્રપ) नमस्तस्मै सकेकस्मै कस्मैचिन्महसे नमः ।
यदेतद्विश्वरूपेण राजते गुरुराज ते ॥५२०॥ गुरुराज
= હે ગુરુરાજ! सदेकस्मै तस्मै नमः = કેવલ સત્યસ્વરૂપ આપને નમસ્કાર હો. થર્ પતર્ વિશ્વરૂપે રાવતે = જે આ વિશ્વરૂપે વિરાજમાન છે(તે) વિદ્ મહસે તે = અવર્ણ તેજ સ્વરૂપ આપને
= નમસ્કાર હો. હે ગુરુદેવ! આપની કૃપારૂપી સંપત્તિ અને મહિમારૂપી પ્રસાદ દ્વારા મેં આ સ્વારાજ્ય તથા સામ્રાજ્યની વિભૂતિ અર્થાત્ અલૌકિક વૈભવરૂપી સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે. તથા માયાએ ઉત્પન્ન કરેલા જન્મ, જરા, મૃત્યુ જેવા અતિ ભયંકર મહાન સ્વપ્નમાં ભ્રમણ કરતો મને આપે અટકાવ્યો છે. હું તો અનેક પ્રકારનાં દુઃખોથી તપ્ત થઈ દુઃખી થતો હતો અને અહંકારરૂપી વાઘથી જીવનભર અત્યંત ત્રાસ પામ્યો હતો. આપના અનુગ્રહે જ મને અહંકારરૂપી વાઘના પંજામાંથી મુક્ત કર્યો છે અને મારા ત્રિવિધ તાપનું શમન કર્યું છે આપની કૃપાદૃષ્ટિએ જ મને અજ્ઞાનરૂપી મહાનિદ્રામાંથી જગાડી મારું રક્ષણ કર્યું છે, મને વિનાશથી બચાવ્યો છે.
હે દુઃખભંજક! મોહવિનાશક! જીવનરક્ષક! ગુરુરાજ આપ તો કેવળ સસ્વરૂપ છો. આપનું જ તેજ આ સમગ્ર વિશ્વરૂપે વિલસી રહ્યું છે એવા આપના અવર્ણનીય, અપ્રમેય તેજને નમસ્કાર હો. હે મહાન સદ્ગુરુ! આપને મારા પુનઃ પુનઃ નમસ્કાર હો, વંદન હો, પ્રણિપાત હો.
પ્રણામ અને પ્રણિપાતની દિવ્ય પરંપરાથી અલંકૃત થયેલા શિષ્ય, પોતાનું સર્વ કાંઈ સમર્પણ કરવાની ઇચ્છાથી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને સંકેત કર્યો કે જે આઠે આઠ અંગો આપના ચરણોમાં નમી પડ્યાં છે તે સર્વ અંગો સહિત આપને આ ક્ષણથી સમર્પિત છું. હવેથી મારા હાથ આપની
'નાસા 0.