________________
૧૯૩
કેન કર્થવત્તિ = જેને લીધે સાર્થક થાય છે, તે વિજ્ઞાતારમ્ = એ વિજ્ઞાતાને વિ નું પ્રશિયેત્ = બીજું શું પ્રકાશિત કરી શકે? (કંઈ નહીં)
જેમ સૂર્યથી સઘળું જગત પ્રકાશે છે, તેમ આત્માથી જ આ જડ, અસત, તુચ્છ, જગત પ્રકાશિત થાય છે. તદુપરાંત, ચાર વેદ, ન્યાયાદિ છે શાસ્ત્રો, અઢાર પુરાણો, આકાશાદિ પંચમહાભૂત તથા તેથી ઉત્પન્ન થયેલાં ભૂતમાત્ર, જેના લીધે સાર્થક થાય છે, અર્થાત્ સત્તા અને સ્કૂર્તિ પ્રાપ્ત કરી ચેતનવંતા બને છે, તેવા સૌ પરપ્રકાશિત કે આત્માથી જ સાર્થક થનારાં, શું આત્માને પ્રકાશિત કરી શકે ખરાં? અરે! આશ્ચર્ય છે કે સૌના પ્રકાશક અર્થાત્ સૌના વિજ્ઞાતાને-જાણનારને, તેનાથી અન્ય પ્રકાશનાર કે જાણવાવાળો હોઈ શકે ખરો? જે સૌનો જ્ઞાતા છે, તેનો જ્ઞાતા તેનાથી અન્ય ન હોઈ શકે. જેમ સૂર્યને જાણવા અન્ય પ્રકાશ કે દીપકની જરૂર નથી, તેમ આત્મા સ્વયં સૌને જાણે છે, જણાવે છે અને સ્વયજ્યોતિ હોવાથી અન્યથી પ્રકાશિત નથી.
(છંદ–ઉપજાતિ) एषः स्वयंज्योतिरनन्तशक्तिः
માત્માઝમેય: સત્તાનુભૂતિઃ | यमेव विज्ञाय विमुक्तबन्धो
जयत्ययं ब्रह्मविदुत्तमोत्तमः ॥५३६॥ एषः आत्मा = આ આત્મા स्वयं ज्योतिः = સ્વયં પ્રકાશ अनन्तशक्तिः = અનંત શક્તિ-સામર્થ્યવાળો; अप्रमेयः = અપ્રમેય सकलानुभूतिः = સર્વ અનુભવસ્વરૂપ ય ઇવ વિજ્ઞાય = જેને જ પૂર્ણ રીતે જાણીને (જાણવાથી)