________________
૬૯૯
સાથે સંલગ્ન છે, તેથી જ્યાં જ્યાં ક્રિયા છે ત્યાં ત્યાં પરિણામ, ફળ કે પ્રતિક્યિા છે. કોઈ પણ પ્રતિક્રિયા પૂર્વ કર્મ વિના સંભવતી નથી. આવો કર્મનો અપવાદ વિનાનો સિદ્ધાંત ઈશ્વરરચિત હોવાથી, ઈશ્વરસર્જિત સૌ કોઈને લાગુ પડે E9. [LAW OF KARMA IS CREATED BY THE CREATOR AND IS THEREFORE APPLICABLE WITHOUT EXCEPTION TO ALL CREATURES CREATED BY HIM.] પછી ભલે કર્મના સિદ્ધાંતનું કોઈને જ્ઞાન હોય કે ન હોય પરંતુ કર્મનો સિદ્ધાંત પ્રત્યેક મનુષ્યના જીવનને નિયંત્રિત કરે છે. માટે જ કાર્ય અને કારણ [CAUSE AND EFFECT] જેવા વિજ્ઞાનના સિદ્ધાંતની જેમ જ કર્મનો નિયમ અવિચળ રીતે અપવાદરહિત થઈ વર્તે છે અને તેનું ઉલ્લંઘન કરવામાં કોઈ જ સમર્થ નથી. ઝેરી સાપ કરડ્યો છે તો ઝેર તો ચઢશે જ, પછી ભલે સાપ જેને કરડયો છે તે સાપને કે ઝેરને ઓળખતો ન હોય અગર ઝેરી સાપથી અજ્ઞાત હોય તેથી ઝેર ન ચઢે તેવું નથી. તે જ પ્રમાણે જગતના વિવિધ દેશમાં વસતા લોકો ભિન્ન ભિન્ન ફિલસૂફી કે ધર્મવાળા, જુદા જુદા દેશના, જુદી જુદી જાતિના વિલક્ષણ પ્રકૃતિવાળા ભલે હોય તથા કર્મના સિદ્ધાંતને સ્વીકારવાની ઇચ્છાવાળા પણ ન હોય, તે વિષે અજ્ઞાત હોય, તેથી કંઈ કર્મનો નિયમ ગુરુત્વાકર્ષણના બળના નિયમની જેમ તેમને લાગુ ન પડે તેવું હોતું નથી. કર્મનો નિયમ માત્ર વૈદિક સંસ્કૃતિનો
સ્વીકાર કરનારા માટે જ નથી. તે તો સૌ કોઈ મનુષ્ય માટે છે. કર્મના નિયમને - દેશની, ધર્મની, જાતિની, સંપ્રદાયની કે રાજ્યની સરહદો નડતી નથી.
કર્મની ગહન ગતિનું ચૂંટાયેલું, છુપાયેલું, આચ્છાદિત થયેલું કે તિરોહિત થયેલું રહસ્ય પામવા આપણે કર્મના મુખ્ય ત્રણ પ્રકારની વિચારણા અત્રે કરવી આવશ્યક નહીં બલકે અનિવાર્ય છે. તેવી ચર્ચા કર્યા વિના ન તો કર્મની ગહન ગતિના રહસ્યો ખુલ્લા થઈ શકશે કે ન તો પ્રારબ્ધકર્મનો મર્મ સમજી શકાશે. સંચિત કર્મ, આગામી કર્મ અને પ્રારબ્ધ કર્મ એવી કર્મત્રિપુટીમાંથી સૌ પ્રથમ ચર્ચા આપણે સંચિત કર્મની કરીશું જે ચર્ચા અનુક્રમે આગામી અને પ્રારબ્ધ કર્મના રહસ્યોને આપોઆપ ખુલ્લા કરશે.