________________
૭૦૮
છે ત્યાર પછી તેના માટે અજ્ઞાન સમયે કર્તાભાવે થયેલા કર્મોનું ફળ કઈ રીતે સંભવી શકે? તદુપરાંત અજ્ઞાનીએ એકત્રિત કરેલાં અનેક જન્મોના કરોડો સંચિત કર્મો પણ જીવાત્માના નામે જમા હોય છે પરંતુ જે ક્ષણે જ્ઞાન થાય કે “હું જીવ નથી પરંતુ બ્રહ્મ છું', તે જ ક્ષણે તેના સર્વ સંચિત કર્મોનો નાશ થાય છે કારણ કે સંચિત કર્મો જે જીવના નામે છે, તે જીવાત્માનો બાધ થાય છે. આમ, “હું બ્રહ્મ છું' તેવા જ્ઞાનમાં જીવભાવનો અને તેના નામે રહેલા સંચિતકર્મોનો સમૂળગો નાશ થવાથી જ્ઞાની માટે પુનર્જન્મનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી માટે જ કહેવાયું છે, આત્મજ્ઞાનમાં નથી પુનર્જન્મ, નથી જીવભાવ કે નથી સંચિત કર્મ
આત્મજ્ઞાનમાં નથી બચતો ભૂતકાળ કે ભૂતકાળમાં કરેલાં કર્મોનું ફળ અને તેવી જ રીતે જેણે કર્મો કર્યા છે, તે જીવાત્મા પણ બચતો નથી. જેવી રીતે સ્વપ્નાવસ્થામાં જેણે સૂક્ષ્મ કે કાલ્પનિક કર્મો કર્યા છે તથા સૂક્ષ્મભોગ ભોગવ્યા છે તે સ્વપ્નનો કર્તા કે ભોક્તા જાગ્રત અવસ્થામાં બચતો નથી કે હોતો નથી, તો પછી તેણે કરેલાં પુણ્ય કે પાપ જેવા મોટામાં મોટા કર્મો તેને કઈ રીતે સ્વર્ગનું સુખ કે નરકની યાતના જેવું દુઃખ અપાવી શકે? તેવો પ્રશ્ન બીજા શ્લોકમાં અભિવ્યક્ત કરી શંકરાચાર્યજીએ સ્પષ્ટ કર્યું કે જેમ સ્વપ્નના પુણ્ય કે પાપ જેવાં કર્મોનું ફળ જાગૃતિમાં સ્વર્ગ કે નરકરૂપે મળતું નથી તેવી જ રીતે અજ્ઞાન અવસ્થામાં કે અવિદ્યાની નિદ્રા સમયે અજ્ઞાની દ્વારા થયેલાં ઘોર પાપરૂપી કર્મનું ફળ કે સમગ્ર પૃથ્વીના દાન જેવા પુણ્ય કર્મનું ફળ પણ આત્મજ્ઞાન થયા પછી અજ્ઞાનીને ભોગવવું પડતું નથી કારણ કે આત્મજ્ઞાનમાં નથી બચ્યો પૂર્વનો અજ્ઞાની જીવાત્મા, અજ્ઞાનની અવસ્થા કે અજ્ઞાનના કર્મ, તો ફળ ક્યાંથી હોઈ શકે?
(છંદ-અનુષ્ટ્રપ) स्वमसङ्ग उदासीनं परिज्ञाय नभो यथा ।
न श्लिष्यते यतिः किञ्चित् कदाचिद्भाविकर्मभिः ॥४५०॥ તિઃ સ્વમ્' = જ્ઞાની પુરુષ પોતાને