________________
उपाधितादात्म्यविहीनकेवलब्रह्मात्मना एव
=
आत्मनि
तिष्ठतः
મુનેઃ
प्रारब्धसद्भावकथा
जाग्रतः
स्वप्नार्थसम्बन्धकथा
૭૧૭
इव
न युक्ताः
=
=
- અંતઃકરણમાં
સ્થિત,
(આત્મજ્ઞાની) મુનિ માટે,
પ્રારબ્ધના અસ્તિત્વની વાત,
= જાગ્રત (પુરુષ)ના
સ્વપ્નપદાર્થોની સાથેના સંબંધની વાત
=
=
=
ઉપાધિ સાથેના તાંદાત્મ્ય સંબંધ
=
રહિત થઈ કેવળ બ્રહ્મસ્વરૂપે જ,
જેમ
યોગ્ય નથી.
જે કોઈ ઊંઘમાંથી જાગી ચૂક્યો છે તેને હવે સ્વપ્નમાં જોએલા પ્રાણી કે પદાર્થો સાથે અગર સ્વપ્નમાં મળેલા પાત્રો સાથે સંબંધ હોતો નથી. સ્વપ્નમાં તેને લાગેલી લોટરીની ૨કમ જાગ્રત અવસ્થામાં દેવું ભરપાઈ કરવામાં કદાપિ કામ આવી શકે નહીં કારણ કે સ્વપ્નની સંપત્તિ-વિપત્તિ કે કાલ્પનિક ભોગોનો જાગ્રતમાં આવતાં જેમ કોઈ સંબંધ હોતો નથી, તેમ કેવળ બ્રહ્મસ્વરૂપે સ્થિત થયેલા અને પોતાની ઉપાધિઓ સાથેના સંબંધોનો ત્યાગ કરી ચૂકેલા મનનશીલ મુનિને આત્મજ્ઞાનરૂપી શાશ્વત જાગૃતિ જેવી અવસ્થા પ્રાપ્ત થયેલી હોવાથી તેને પ્રારબ્ધની કથા કે તેના અસ્તિત્વની વાત સાથે કોઈ જ સંબંધ હોઈ શકે નહીં.
અજ્ઞાનની ઊંઘમાં જ અજ્ઞાનીને શરીર અને શરીરના પ્રારબ્ધ જોડે સંબંધ હોય છે. આત્મજ્ઞાનમાં જાગ્યા પછી નથી તેવો કોઈ અજ્ઞાની બચતો કે જેના પ્રારબ્ધની વાત બચી શકે; તેથી જ્ઞાની માટે તો પ્રારબ્ધની વાત કરવી એ તદ્દન અયોગ્ય અને અયુક્ત છે. તેથી જ કહ્યું છે કે, “મારવ્ય सद्भावकथा न युक्ता”