________________
૭૩૩
ક્રિયારહિત, અખંડ એકરસ, અંતરાત્મારૂપે કે પ્રત્યગાત્મારૂપે સ્થિત, પૂર્ણ, સર્વ દિશાઓમાં મુખવાળું અર્થાત્ સર્વ ભૂતમાત્રમાં સૂત્રાત્મા તરીકે અગર ચૈતન્ય તરીકે સ્થિત, ગ્રાહ્ય અને ત્યાજ્યરહિત અર્થાત્ અગ્રાહ્ય અને અત્યાજ્ય છે, આયરહિત તથા અનાશ્રય છે, નિર્ગુણ, નિરવયવી, સૂક્ષ્મ, નિર્વિકલ્પ, નિર્મળ તથા નિરૂપણ ન થઈ શકે તેવું છે અને મન, વાણીથી અગ્રાહ્ય છે, સમૃદ્ધિયુક્ત છે, સ્વયંસિદ્ધ છે, શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે અને જેના જેવું અન્ય કંઈ ન હોય તેવું અર્થાત્ અનુપમેય, એક, અદ્વિતીય બ્રહ્મ સિવાય કાંઈ પણ જુદું જુદું કે બ્રહ્મથી ભિન્ન છે જ નહીં.
તાત્પર્યમાં, સૃષ્ટિની ઉત્પતિ પૂર્વે પણ બ્રહ્મ માત્ર જ અસ્તિત્વમાં હતું. સૃષ્ટિની ઉત્પત્તિ બાદ પણ ખરેખર, વાસ્તવમાં તો પારમાર્થિક સત્યના દષ્ટિકોણથી વિચાર કરતાં માત્ર બ્રહ્મ જ એક, અભેદ અને અદ્વિતીય સ્વરૂપે વિલસી રહ્યું છે, છતાં જે ભેદ દશ્ય છે તે તો માત્ર ઉપાધિના છે અને વ્યવહારિક સત્યના દષ્ટિકોણથી જ તેમને સ્વીકારવામાં આવેલા છે. પરંતુ તેવા કોઈ ઉપાધિભેદને અગર આરોપિત, નામરૂપના ભેદને તેમની પોતાની સ્વતંત્ર કે આગવી સત્તા કે સ્કૂર્તિ હોતા નથી. ઉપરાંત તેવા સૌ ઉપાધિભેદો એક જ કાળે દશ્યમાન હોવાથી અને જ્ઞાનકાળે તેમનો બાધ થતો હોવાથી, તે સૌ ભેદોનું અનિત્યત્વ, મિથ્યાત્વ, અસત્ત્વ, પરિચ્છિન્નત્વ કે પ્રતિભાસિકત્વ તો જગ જાહેર છે. આથી તેવા ભેદો, જુદાઈ કે દૈતદર્શન તો માત્ર એક અજ્ઞાનકાળે જ અજ્ઞાનીને જ દશ્ય હોય છે. જ્ઞાનીની જ્ઞાનદષ્ટિમાં આવા સૌ ભેદ હોય છે તો ખરા, પરંતુ તેમની સત્તા પ્રાતિમાસિક હોય છે અને તે સૌ બાધિત સ્વભાવવાળા હોવાથી સત્ય જણાતા નથી. પરંતુ જ્ઞાનીને માત્ર એક, અખંડ, અભેદ, બ્રહ્મતત્ત્વ જ સર્વમાં સર્વકાળે, સર્વત્ર જણાય છે. આવું અભેદ જ્ઞાન થવું, એ જ આત્મજ્ઞાનમાં થયેલો તપ્રપંચનો પ્રલય કહેવાય છે. આવા જ્ઞાનોદયમાં જ ભેદસૃષ્ટિનો, અજ્ઞાનમય દષ્ટિનો મિથ્યા દર્શનનો કે દ્વૈત ભૌતિકસૃષ્ટિ અને સ્વપ્નની કાલ્પનિક પ્રપંચી સૃષ્ટિનો પ્રલય થાય છે. તેથી નિર્વિવાદ નિષ્કર્ષ છે કે સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે પણ ભેદ નહોતો, ઉત્પત્તિ બાદ