________________
૭૪૨
“નીવઃ શિવઃ શિવો નીવઃ સ નીવઃ વતઃ શિવઃ | तुषेण बद्धो व्रीहिः स्यात्तुषाभावेन तण्डुलः ॥ एवं बद्धस्तथा जीवः कर्मनाशे सदाशिवः । पाशबद्धस्तथा जीवः पाशमुक्तः सदाशिवः ॥"
“જીવ શિવ છે, શિવ જીવ છે અને તે જીવ શિવ જ છે. જેવી રીતે ફોતરાંથી યુક્ત હોય ત્યારે ડાંગર કહેવાય છે અને ફોતરાંથી મુક્ત થતાં ચોખા કહેવાય છે તેવી રીતે કર્મથી બદ્ધ હોય ત્યારે જીવ અને કર્મનો નાશ થતાં સદાશિવ કહેવાય છે. આમ, બંધનયુક્ત જીવ છે અને બંધનમુક્ત સદાશિવ છે.” સદ્ગુરુ શિષ્યને શિખામણ આપતા નિષ્કર્ષમાં જણાવે છે કે વેદાંતના સિદ્ધાંતો જ શાસ્ત્રોનો સાર છે, ગ્રંથોનું રહસ્ય છે, ઉપદેશનું તારતમ્ય છે, સદ્ગુરુની જીવનપદ્ધતિનો નિચોડ છે, શિક્ષાનું સામર્થ્ય છે, બ્રહ્મવિદ્યાનું દિવ્ય દાન છે, માટે વેદાન્તના સિદ્ધાંતોને શ્રુતિસંમત જાણી તેની કદી ઉપેક્ષા ન કરવી. વેદાન્તસિદ્ધાંતને અનુસરી જીવ, જગત અને ઈશ્વર જેવા સઘળા ઉપાધિભેદથી મુક્ત થઈ અખંડ, આત્મસ્થિતિમાં તન્મય રહેવાથી જ શરીરત્યાગ પૂર્વે જીવન્મુક્તિની અનુપમ દશા પ્રાપ્ત થાય છે.
| (છંદ-પુષ્મિતાઝા) इति गुरुवचनात् श्रुतिप्रमाणात्
परमवगम्य सतत्त्वमात्मयुक्तया । प्रशमितकरणः समाहितात्मा
क्वचिदचलाकृतिरात्मनिष्ठितोऽभूत् ॥४०॥ इति
= એ પ્રમાણે श्रुतिप्रमाणात् = શ્રુતિ પ્રમાણિત गुरुवचनात् = સદ્ગુરુ વચનથી તથા आत्मयुक्तया = સ્વાનુભવથી (પોતાની યુક્તિથી) સતત્ત્વ પર અવાચ = પરમાત્મતત્ત્વને બરાબર સમજીને