________________
७४७
સમાધિ કેવી અને ક્યાં? મનરહિત મારે કેવો સમાધિનો સંકલ્પ અગર કેવો સમાધિથી ઉત્થાનનો વિકલ્પ? બ્રહ્માનંદરૂપી અમૃતના કે ચૈતન્યસાગરના એક અંશના પણ અલ્પ અંશમાં તદ્રુપ થઈ લવલીન બનેલું મારું મન, એવું તો હવે શાંત થયું છે કે નથી તેને કંઈ વર્ણવવું, નથી કંઈ આલેખવું, અરે! નથી કંઈ કહેવું કે નથી મૌન રહેવું.
| (છંદ-અનુષ્ટ્રપ) क्व गतं केन वा नीतं कुत्र लीनमिदं जगत् ।
अधुनैव मया दृष्टं नास्ति किं महदद्भुतम् ॥४८४॥ अधुना एव
= હમણાં જ मया दष्टम
= મેં જોયેલું इदं जगत्
= આ જગત क्व. गतम्
= ક્યાં જતું રહ્યું केन वा नीतम्
= એને કોણ લઈ ગયું कुत्र लीनम्
= એ ક્યાં ડૂબી ગયું વિ મહદ્ મુક્ત ન માસ્ત = શું આ મહાન આશ્ચર્ય નથી!
હે કૃપાનિધે! હમણાં જ મેં જોયેલું આ જગત ગયું ક્યાં? એ જગતને લઈ ગયું કોણ? અરે! ડૂળ્યું ક્યાં? શું આ મોટામાં મોટું અને મહાન, અદ્ભુત આશ્ચર્ય નથી?
. આમ, શિષ્ય જાણે સગુરુનો મહિમા ગાતો હોય, એની ગરીમાને ગદ્ ગદ્ થઈ વંદના કરતો હોય તેમ, તેનો અગમ-નિગમ જેવો વિસ્મય પ્રગટ કરે છે અને પોતાની અદેશ્ય અનુભૂતિની અકથ્ય કથાનું કથન કરે છે કે હું જ્યારે મારા મનને ડૂબાડી મારા આત્મસ્વરૂપમાં સમાધિસ્થ હતો ત્યારે મેં પૂર્વે જોયેલા જગતનું અપહરણ કર્યું કોણે? અરે! સમાધિમાં સંસ્થિત થયો તે પૂર્વે મેં જે જાણેલું તે કઈ રીતે અન્નેય અને અજ્ઞાત બન્યું?