________________
૭૨૩
સ્થૂળ દેહ, પ્રારબ્ધ કર્મથી નિર્માણ પામે છે, તેથી પ્રારબ્ધ જ દેહનું કારણ છે અને દેહ કાર્ય છે, એમ સમજવું જોઈએ. જ્યારે અનાદિ આત્માનો તો પ્રારબ્ધ સાથે કોઈ પણ સંબંધ હોઈ શકે નહીં. કારણ કે આત્મા પ્રારબ્ધ કર્મથી નિર્માણ થયેલો કે જન્મેલો નથી, તેથી આત્માનું કોઈ કારણ હોઈ શકે નહીં. આત્મા તો કાર્ય અને કારણથી વિલક્ષણ છે. જો આત્માને કર્મથી જન્મેલો માનીએ તો આત્મા કાર્ય થઈ જાય, પરંતુ તેવી વાત શાસ્ત્ર અને શ્રુતિ વિરુદ્ધ હોઈ સ્વીકાર્ય નથી. ટૂંકમાં, શરીરને પ્રારબ્ધ છે, આત્માને નહીં.
શ્રુતિની અમોઘ વાણી દર્શાવે છે કે આત્મા અજન્મા અને નિત્ય છે, માટે આત્મસ્વરૂપે સ્થિત રહેનાર જ્ઞાનીને તો પ્રારબ્ધની કલ્પના પણ હોઈ શકે નહીં.
આમ, પોતાને આત્મા માનનાર જ્ઞાનીને પ્રારબ્ધ નથી, તે તો નિર્વિવાદ છે. છતાં જે કોઈ અજ્ઞાની છે અને અજ્ઞાનમાં જ્યાં સુધી તેને શ્લોકમાં જણાવ્યું છે તેમ “યા દેહાત્મની સ્થિતિઃ” “જ્યાં સુધી દેહ આત્મા છે એવી ભ્રાંતસ્થિતિ હોય”, “વા પ્રાર્થે સિતિ” “ત્યાં સુધી જ પ્રારબ્ધ કર્મ સિદ્ધ કે સાબિત થઈ શકે તેમ છે.” અર્થાત જ્યારે હું દેહ છું,' એવી ભ્રાંતસ્થિતિ નિવૃત્ત થઈ જાય છે, ત્યારે પ્રારબ્ધની પણ નિવૃત્તિ કે નાશ સમજવો જોઈએ. તેવો પ્રારબ્ધનાશ માત્ર જ્ઞાનીને જ સંભવે, કારણ કે જ્ઞાનીને દેહમાં આત્મભાવ હોવો એ યોગ્ય કે ઈષ્ટ નથી. માટે જ્ઞાનીના સંદર્ભમાં તો પ્રારબ્ધની ચર્ચા જ છોડી દેવી જોઈએ.
નિષ્કર્ષમાં, પ્રારબ્ધ જો દેહનું કારણ છે, તો દેહ કાર્ય કહેવાય. દેહ જો કાર્ય છે તો દેહનું પ્રારબ્ધ ન કહેવાય પરંતુ પ્રારબ્ધનો દેહ છે, તેવું કહેવું જોઈએ. કારણ કે દેહનું પ્રારબ્ધ કહેવાથી તો દેહ દ્વારા પ્રારબ્ધ જન્મે છે એવો અર્થ થાય, પરંતુ પ્રારબ્ધ કર્મના ફળ ભોગવવા માટે દેહ જન્મે છે, તેવું કથન કદાચ વધુ યોગ્ય ગણી શકાય અને તેવા ન્યાયે પ્રારબ્ધને દેહ છે તેવું સ્વીકારવું પડે. તેવા સ્વીકારમાં સ્પષ્ટ થાય છે કે પ્રારબ્ધ જો પૂર્ણ થાય