________________
૭૨૧
એવી ભ્રાંતિમાં રહેવાની જરૂર નથી કે જ્ઞાન થયા બાદ જ્ઞાનીને ભોજન, મળત્યાગ કે સ્નાનાદિ જેવી ક્રિયાઓનું ભાન રહેતું નથી અને તે સર્વ કંઈ ભૂલી ચૂક્યો હોય છે. વાસ્તવમાં તો જ્ઞાનીની તમામ ક્રિયાઓ સામાન્ય અજ્ઞાની વ્યક્તિ જેવી જ હોય છે. માત્ર તે બન્નેની દષ્ટિમાં જ ફેર હોય છે. જ્ઞાનીને જ્ઞાનમયી, સૂક્ષ્મ, શુદ્ધ અર્થાત્ પ્રપંચમુક્ત, અભેદ અને ઐક્યદૃષ્ટિ હોય છે, જ્યારે અજ્ઞાનીની ધૂળ, ભેદમયી, દૈતદર્શન કરનારી અને પ્રપંચી દષ્ટિ હોય છે. જ્ઞાન થવાથી કંઈ જ્ઞાનીને શિંગડા ઉગતા નથી કે તેના માથા પાછળ પ્રકાશ ચકરાવા લેતો પણ નથી અગર જમતી વખતે જ્ઞાનીનો કોળિયો મોંના બદલે કાનમાં જતો નથી. તથા સૂતી વખતે તેની આંખો ખુલ્લી જ રહે અને તે સ્નાનાદિ ક્રિયાઓ ભૂલી જાય, તે તો મૂર્ખની મહાભ્રાંતિ સિવાય અન્ય કાંઈ જ નથી.
તાત્પર્યમાં, સ્વપ્નથી જાગેલા જાગ્રત પુરુષને સ્વપ્નપ્રપંચ સાથે લેશમાત્ર લેવાદેવા હોતી નથી. તે જ પ્રમાણે અવિદ્યા કે અજ્ઞાનની નિદ્રાથી જાગી ચૂકેલા જ્ઞાની પુરુષને જાગ્રત અવસ્થામાં અજ્ઞાનકાળે અનુભવાતા ભૌતિક જગત કે જડ શરીર સાથેના કોઈ કર્મો સાથે કોઈ પણ પ્રકારનો સંગ કે સંબંધ હોતો નથી.
| (છંદ-અનુષ્ટ્રપ) कर्मणा निर्मितो देहः प्रारब्धं तस्य कल्प्यताम् ।
नानादेरात्मनो युक्तं नैवात्मा कर्मनिर्मितः ॥४५६॥ હેઃ
= ધૂળ દેહ
= પ્રારબ્ધ કર્મથી निर्मितः
= નિર્માણ થયો છે. तस्य
= તેનું કારણ प्रारब्धम्
= પ્રારબ્ધ છે, कल्प्यताम् = એમ સમજવું. મનઃ માત્મનઃ = અનાદિ આત્માનું પ્રારબ્ધ કહેવું)